________________
ગોંદિકામે નહિ જેને પોતાના ઐહિકકને બાળ પરિણામે પાતામાં જ વિલીન થાય છે. અંગાર જેમ વાયુથી પ્રકાશે છે, અને મંદ પડે છે તેમ માયાના સપાટામાં યોગી પણ તકત ને મંદ પડતો હોવા છતાં તેજને કે મંદતાને કર્તા બનતો નથી પણ પવનકૃત એ ભાવો દર્શાવે છે તેમ પરમ યોગી પિતાને પ્રપચ સાથે કંઈજ સંબંધ નહિ માનતા છતાં પ્રપંચના પવનની લહરીઓએ પ્રકાશ ને મંદ પડતો હોવા છતાં પિતામાં સ્થિત થઈ રહી પ્રારબ્ધ કર્મો પૂરાં કરી પરબ્રહ્મતામાં લય પામે છે.
नैव मार्थयते लामं नालामेनानुशोचति । धीरस्य शीतलं चित्तममृतेनेव पूरितम् ॥ १० ॥
અર્થ. ધીર જ્ઞાન પુરુષનું ચિત્ત–આત્મજ્ઞાન રૂપી અમૃતથી ભરેલું હોવાને લીધે તે લાભને માટે પ્રાર્થના કરતા નથી અને અલાભ-ગેરલાભને શેક પણ કરતા નથી.
न शान्तं स्तौति निष्कामो न दुष्टमपि निन्दति । समदुःखसुखस्तृप्तः किञ्चित्कृत्य न पश्यति ॥ ११ ॥
અર્થ. નિષ્કામ પુરુષ શાંતની સ્તુતિ કરતું નથી તેમ દુષ્ટને નિંદતે પણ નથી. સુખ અને દુઃખ જેને સમાન થઈ ગયાં છે તે યોગી તૃપ્ત હેવાથી કંઈ કૃત્ય તો જ નથી.
ટીકા. જેને આત્મજ્ઞાન થયું છે તે યોગી તે કોઈની સ્તુતિએ કરતા નથી ને નિદાએ કરતો નથી. વળી હાલ જેમ મોટા પાંડિત્યથી તત્ત્વજ્ઞાનોપદેશને લગતી કથાઓ કરાય છે, તેમ જેમાં કંઈક અર્થ રહેલું હોય એવી આડંબરી કથા કે ઉપદેશ કરવો એ પણ ત્યાગીને માટે અકર્તવ્ય છે. લેકેને ઉપદેશ દેવાનો ધર્મ તેનો નહિ, પણ સંસારી બ્રાહ્મણ વર્ગનો છે. ત્યાગીને માટે તે વનફળ ખાતાં વનમાં