________________
અધ્યાય ૧૩ મે.
૧૩૧ પરંતુ મુક્ત પુરુષની બુદ્ધિ તે સર્વદા નિષ્કામ અને નિરાલંબ આશ્રય રહિત થઈને જ રહે છે.
ટીકા. જેમને આત્માનો સાક્ષાત્કાર થયેલ નથી એવા મુમુક્ષુઓની બુદ્ધિ સાંસારિક વિષયનું અવલંબન કર્યા કરે છે. પરંતુ જે મુક્ત પુરુષ નિષ્કામ છે તેઓ તો કોઈ વિષયનું અવલંબન કર્યા વગરજ બુદ્ધિને સર્વદા આત્મામાં સ્થિર રાખી રહે છે.
विषयद्वीपिनो वीक्ष्य चकिताः शरणाथिनः । विशन्ति झटिति क्रोडभिरोंधैकाम्यसिद्धये ॥ ८॥
અર્થ. વિષય રૂપી હાથીને જોઈ શરણ લેવા ઈચ્છતા પુરુષે નિરાધ અને એકાગ્રતાની સિદ્ધિને માટે ઝટ લઈને પર્વતની ગુફામાં ભરાઈ જાય છે, પરંતુ — निर्वासनं हरिं दृष्ट्वा तूष्णीं विषयदन्तिनः । पलायन्ते न शक्तास्ते सेवन्ते कृतचाटवः ॥ ९ ॥
અર્થ. વાસના રહિત પુરુષ રૂપી સિંહને જેઈવિષય રૂપી હાથીઓ અશક્ત બની માન ધરી નાસી જાય છે. જ્યારે પ્રિયવાદી સંસારી જને વાસના રહિત પુરુષને જોઈ તેની સેવા કરવા લાગે છે. વશી વેગળાજ છે.
न मुक्तिकारिकान्धत्ते निःशंको युक्तमानसः । પયનશુવન ઍરાનનિજાત્તે યથાસુર છે.
અર્થ. શંકા રહિત અને નિશ્ચલ મનવાળા પુરુષે મુક્તિ કારિકાઓ–ોગની ક્રિયાઓને આગ્રહથી ધારણ કરતા નથી, પરંતુ જોતા, સાંભળતા, સ્પર્શ કરતા, મુંબનને ખાતા-અઅર્થાત્ સંસારના વ્યવસાયે કરતા પણ યથા ગુણ રહે છે.