________________
૧૩૨
અષ્ટાવક્ર ગીતા. ટીફ. જેમનું અંતઃકરણ શુદ્ધ હોય અને જેમને આ સંસાર એકસ્વમ જેવો મિથ્યા છે” એવું જ્ઞાન પ્રાપ્ત થયેલું હોય તેમને હઠથી કોઈ વ્યવહાર તજવાની જરૂર પડતી નથી. હઠથી લીધેલો વૈરાગ્ય કે હઠથી આરંભેલું જપતપાદિનું કર્મ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં સહાયભૂત થતું નથી. એ તો વિજ્ઞાન વિચારકેાએ કહ્યું છે તેમ, મનગુરુ થાય—અંત:કરણને સ્વતઃ પ્રતીતિ થાય અથવા જેને આત્મા પિોતે જ પોતાપણું સમજાવે ત્યારે બ્રહ્મજ્ઞાન થાય છે. આ જે પિતેજ પિતાને ઓળખનારે જ્ઞાની છે તે મુક્ત છે, અને એવા મુક્તને પછી હઠથી કોઈ કર્મ કરવાનું રહેતું જ નથી. તેને જપતપાદિ. યોગકારિકાદિ શ્રવણ મનનની કે ગુરુની પણ જરૂર રહેતી નથી. એને સંસારમાં રહેશે અને જેતે, સાંભળો, સ્પર્શ કરતે અને ખાતા પીતો કે ઉંઘતો હોવા છતાં પણ માયાના આવરણથી મુક્ત જ રહે છે, તેને એનાથી થતી ક્રિયાઓ લગારે બાધ કરતી નથી.
वस्तुश्रवणमात्रेण शुद्धबुद्धिनिराकुलः । नवाचारमनाचारमौदास्यं वा प्रपश्यति ॥ ११ ॥
અર્થ. યથાર્થ વસ્તુના શ્રવણ માત્રથી સ્વસ્થ ચિત્તવાળા પુરુષે આચાર કે ઉદાસીનતાને જતા નથી.
यदा यत्कर्तुमायाति तदा तत्कुरुते अजुः । शुभं वाप्यशुभं वापि तस्य चेष्टा हि बालबत् ॥ १२ ॥
અર્થ. જ્યારે કંઈ શુભ કે અશુભ કરવાનું આવી પડે છે ત્યારે જ્ઞાની જને ધીરેથી તે કરે છે, પરંતુ તેમનું એ કાર્ય બાળકના જેવું–નિષ્કામ હોય છે.
स्वातंत्र्यात्सुखमामोति स्वातंत्र्याल्लभते परम् । स्वातंत्र्यानिई तिं गच्छेत् स्वातंत्र्यात्परमं पदम् ॥१३॥ અર્થ. પુરુષ સ્વાતંત્ર્યથી સુખ પામે છે, સ્વાતંત્ર્યથી જ્ઞાન