________________
૧૩૦
- અષ્ટાવક્ર ગીતા. કબુદ્ધિ તરત નથી.
शुद्धमद्वयमात्मानं भावयति कुबुद्धयः । न तु जानंति संमोहाद्यावज्जीवमनिर्वताः ॥६॥
અર્થ. કુબુદ્ધિ પુરુષે શુદ્ધ અને અદ્વૈત આત્માની ભાવના કરે છે, પરંતુ સંમેહને લીધે તેને જાણતા નથી તેથી જીવન પર્યંત તેમને જીવ અસંતુષ્ટ રહે છે.
ટીકા. જે કુબુદ્ધિ છે તેઓ આત્માને ઓળખવાની ભાવના કરે છે; પરંતુ તેમની બુદ્ધિ, કર્મ કિંવા ભક્તિને લીધે સ્વચ્છ ચિત્ત થયેલી નહિ હેવાથી તેમને આત્માનું જ્ઞાન થતું નથી. સંસારના દુખદ વાયુના સપાટામાં તેમને “આત્માને કંઇ લાગતું વળગતું નથી અને હું અમસ્તાજ શાક કરું છું.” એવું સમજાય છે, પરંતુ દુ:ખદ વાયુની લહરી આવતાંને વાર તેઓ સમાહથી આત્માની નિર્લેપતા ભૂલી જાય છે. અને સંસારી માયામાં ધસડાય છે. કર્માદનું અનુષ્ઠાન આટલા માટે જ અગત્યનું છે. કર્માનુષ્ઠાનથી કિવા ભક્તિથી જેની બુદ્ધિ નિર્મળ થયેલી હોય તેને જ આત્માનું જ્ઞાન થાય છે અને સંસારની માયા તને અસર કરતી નથી. વળી જેની બુદ્ધિ સત્સંગાદિથી સંસ્કાર પામી ન હોય તેને પણ ગમે તેટલી આત્મ ભાવના કરે તે પણ સચ્ચિત–આત્માનું યથાર્થ જ્ઞાન થતું નથી. આ જન્મારો એવા કુબુદ્ધિ જન વૈરાગ્ય અને જ્ઞાનને માટે યત્ન કરે તે પણ તેમને બ્રહ્મભાવ ઉત્પન્ન થતો નથી.
मुमुक्षोर्बुद्धिरालम्बमन्तरेण न विद्यते । निरालम्चैव निष्कामा बुद्धिमुक्तस्य सर्वदा ॥७॥
અર્થ. મુમુક્ષુની બુદ્ધિ આલંબન સિવા ય રહેતી નથી,