________________
અઘ્યાય ૧૨ મો. સંસારમૂળના ઉચ્છેદ.
।
निराधारा ग्रहव्यग्रा मूढाः संसारपोषकाः । एतस्यानर्थमूलस्य मूलच्छेदः कृतो बुधैः ॥ १ ॥
અર્થ. નિરાધાર ગ્રહવાળા મૂઢ પુરુષો સંસારના પોષક અને છે તેથીજ અનર્થ મૂલક સંસારના મૂળને જ્ઞાનીઓએ અંકુરમાંથીજ છેદ કરેલા છે. અર્થાત્ સંસારનું મૂળ જે અજ્ઞાન છે તેના નાશ કર્યાં વગર સંસાર છૂટતા નથી. જ્ઞાનજ સંસાર છેડાવવાને માટે જરૂરનું છે.
न शातिं लभते मूढो यतः शमितुमिच्छति । धीरस्तवं विनिश्चित्य सर्वदा शान्तमानसः ॥ २ ॥
અર્થ. મૂઢ પુરુષો જેથી મનને શાંત પાડવાની ઈચ્છા કરે છે, તેથી મન શાંત પડતું નથી; પરંતુ ધીર પુરુષ તત્ત્વના નિશ્ચય કરવાથી સદા શાંત મનવાળા થઇ રહે છે.
ટીકા. ઉપરના બધા વિચારો જ્ઞાન અને મેાક્ષ અને મનની શાંતિનું કારણુ ખતાવે છે. યાગાદિ ક્રિયા, તપ સમાધિ વગેરે મનને શાંત કરી શકતાં નથી, મન શાંત થયા વગર બ્રહ્મ સ્વરૂપની એટલે કે મેાક્ષની પ્રાપ્તિ થતી નથી. યાગ, તપ, સાધના, સમાધિ, વ્રત, અને ભક્તિ વગેરેથી મુક્તિ મળતી નથી. કારણ કે એ ક્રિયાઓથી મન શાંત કરી શકાતું નથી તે સામું જ્ઞાનથી દૂર ને દૂર રહેવાય છે. તત્ત્વના નિશ્ચય કરવાથી એટલે જ્ઞાનથી મનની શાંતિ અને મુક્તિ બેઉ પ્રાપ્ત કરી શકે છે.