________________
૧૨૪
અષ્ટાવક્ર ગીતા. અર્થ. શીતળ ને નિર્મળ મનવાળા પીર આત્મારામઆત્મામાં રમણ કરનાર પુરુષ-જ્ઞાનીને કંઈ ત્યજી દેવાની કે કહિ કશું લેવાની ઈચ્છા-આશાજ રહેતી નથી.
प्रकृत्याशून्यचित्तस्य कुर्वतोस्य यहच्छया। प्राकृतस्येव धीरस्य न मानो नावमानता ॥७॥
અર્થ. સ્વભાવથીજ શૂન્યચિત્તને પીર જ્ઞાની પ્રાકૃત માણસની માફક પ્રારબ્ધવશાત કંઈ કરે છે તે પણ તેમાં માન અપમાનને ગણતું નથી. અર્થાત્ કઈ કાર્ય માટે તેને માનાપમાનની પરવા હોતી નથી.
कृतं देहेन कर्मेदं न मया शुद्धरूपणा। इति चिंतानुरोधी यः कुर्वमपि करोति न ॥८॥
અર્થ. આ કર્મ દેહવડે થયું, “હું જે શુદ્ધ સ્વરૂપ છું” તેનાથી નહિ, એ વિચાર કરનાર કદાપિ કર્મ કરતો હેવા છતાં પણ કરતા નથી, એમ જાણવું. મુક્તને કબાધક નથી.
ટીકા. દેહથી કર્મ થાય તેમ છતાં જે શુદ્ધ સ્વરૂપ છું' તે મારાથી એ કર્મ થયું નથી. એવા નિશ્ચયવાળા પુરુષ કર્મ કરવા છતાં પણ કરેલા કર્મથી લપાતો નથી. આ સ્થિતિ ઉત્તમ પરમ જ્ઞાનીની છે, પરંતુ પ્રાપ્ત માણસોને ઈન્દ્રિયોના અર્થમાં ઘસડી જાય એવી છે; માટે અહિં એ અર્થ લેવો યોગ્ય છે કે-મારાથી એટલે દેહવાન હુંથી કોઈ સારું નરતું કર્મ થવું જ જોઈએ નહિ, દેહથી તેમ મનથી અરે વિચારથી પણ જે કર્મ કરતું નથી, તે જ ઉત્તમ યોગી છે એમ જાણવું. *