________________
અધ્યાય. ૧૨ મે. अतदादीव कुरुते न भवेदपि गालिनः। . जीवन्मुक्तः मुखो श्रीमान् संसरमपि शोभते ॥९॥
અર્થ. એલફેલ બેલનારની માફક કામ કરતે છતાં જ્ઞાની બાળક જે (મૂર્ખ) બનતું નથી, પણ સંસારમાં ફરતે છતાં જીવન્મુક્ત, સુખી અને શ્રીમાન જે શોભે છે.
नानाविचारसुश्रान्तो धीरो विश्रांतिमागतः । न कल्पते न जानातिन श्रृणोति न पश्यति ॥१०॥
અર્થ. વિવિધ વિચારથી રહિત (સુશ્રાંત) ધીર-જ્ઞાની પુરુષ વિશ્રાંતિ મેળવી એ મુક્ત થઈ રહે છે કે, કલ્પના સરખી પણ કરતું નથી, કંઈ જાણતું નથી, કંઈ સાંભળતું નથી અને જાણે આ અસત્ય જગતમાંનું કશું જ ન હોય તે થઈ રહે છે.
असमाधेरविक्षेपाम मुमुक्षुन चेतरः । निश्चित्य कल्पितं पश्यन् ब्रह्मैवास्ते महाशयः ॥११॥
અર્થ. જ્ઞાની મુમુક્ષુ નથી હોતે, કેમકે વિક્ષેપની નિવૃત્તિથી મુમુક્ષુ સમાધિ કરે છે, પણ જ્ઞાનીમાં તે વિક્ષેપને અભાવ છે, તેથી તે સમાધિ કરતો નથી. જેને દ્વિત શ્રમ તદન દૂર ચેલે છે તેને વેગ સમાધિ વગેરે નકામાં છે.
यस्यान्तः स्यादहंकारो न करोति करोति सः। निरहंकारधीरेण न किंचिदकृतं कृतम् ॥ १२ ॥
અર્થ. જેના અંતઃકરણમાં અહંકાર છે તે પુરુષ કર્મ કર કે ન કરે તે પણ કરે છે. પરંતુ જેને અહંકાર નથી તે ધીરે જ્ઞાની પુરુષને તે કર્યું ને કર્યું કંઈ છે જ નહિ.