________________
અધ્યાય ૧૧ મે.
૧૨૭ છીએ કે કોઈ તણાઈ ગયું?' તેની ગણતરી કરવા લાગ્યા. પહેલા ગણનારે પોતાને નહિ ગણતાં બીજાઓને ગણ્યા, એટલે નવ થયા. તેણે કહ્યું કે એક જણ જરૂર તણાઈ ગયો લાગે છે. એક પછી એક બધાએ ગણતરી કરી પણ દરેકે પોતાને ગમ્યું નહિ, એટલે બધાની ગણતરીમાં નવ, નવ, ને નવજ થયા. “એક જણ નદીમાં તણાઈ ગયો એવી આથી તેમને બેટી ખાતરી થઈ તેથી સૌ કિનારાપર બેસી રહેવા લાગ્યા. તેઓ રડતા હતા એટલામાં એક બુદ્ધિશાળી માણસ ત્યાં આવી ચઢ, ને તેણે પૂછ્યું કે “તમે બધા કેમ રડીને કલ્પાંત કરો છો ? ત્યારે રડતાં રડતાં તેમણે કહ્યું કે-“અમે દસ જણ હતા તેમાંથી એક જણ નદીમાં તણાઈ ગયો તેથી શેક કરીએ છીએ.” પેલા વિદ્વાને તેમને ગણ્યા તે દસ થયા, તેથી કહ્યું કે “તમે દસે દસ છે. કેઈ તણાઈ ગયો નથી માટે શેક કરવો છોડી દો.” પિલામાંના એકે ઉઠીને ફરી ગણતરી કરીને પિતાને ન ગો એટલે પેલા ડાહ્યા માણસે “જે આ નવ અને દસમે તું. મૂખ! શા માટે રડે છે. હવે તેમને સમજાયું કે “આપણે દસે દસ છીએ ને ખાલી નથી શોક કરતા હતા. આ પ્રમાણે ગુરુ અને તે વળી જ્ઞાની અર્થાત શાસ્ત્ર ભણેલ હેય, તેજ અજ્ઞાનના અંતઃકરણ ઉપરનું વ્યામોહાવરણ ખસેડી આપે છે. “ગુરુ વગર જ્ઞાન નહિ” તે આથી સત્ય કરે છે. અખાભગતે, કબીરે અને બીજા પ્રાકૃત કવિઓએ પણ દેશી કવિતામાં આવી સમજ આપેલી છે.
समस्तं कल्पना मात्रमात्मा मुक्तः सनातनः । • ' ન વિણાય ધ હિ વિનચતિ જાવા દે છે
અર્થ. સમસ્ત જગત કલ્પનામાત્ર છે અને આત્મા છે તે તે સનાતન મુક્ત બ્રહ્મ છે. આવું જાણયા સમજ્યા પછી પીર પુરુષ શું બાળકની માફક તેને અભ્યાસ કરે છે? ના. તે તે ચી બ્રામય જગત જુએ છેજ..