________________
૧૧૬.
અષ્ટાવક્ર ગીતા. માયાની ભુલભુલામણી.
ટીકા. આત્મા જે નિરંજન અને નિર્વિકાર છે, તે કોઈને દૂર નથી. સૌને પ્રાપ્ત થાય તે સૌમાં રહેલું છે. પરંતુ અજ્ઞાનને લીધે ભુલાઈ જવાય છે, અને ગુરુના બતાવ્યા વગર તે જેવા કે સમજાતો નથી. આના સ્પષ્ટીકરણ માટે કહે છે કે એક માણસે પોતાના ખભા ઉપર બાળક બેસાડેલું હતું પણ શ્રમથી તે તેને આમ તેમ શોધવા લાગ્યો. જ્યારે બીજા માણસે તેને ટકારીને “ બાળક તારા ખભા ઉપરજ છે” એવું કહ્યું ત્યારે તેને ભાન આવ્યું અને બાળકને શોધતા બંધ પડી આનંદ પામ્યો. આ રીતે સંસારી માણસો અનાદિ માયાના ભ્રમમાં પોતાને વિષે રહેલા આત્માને શ્રમથી ભૂલી જઈ આમતેમ ભમે છે, પણ આત્મા તેને પ્રાપ્ત થતો નથી. જ્યારે સદગુરુ તેને પ્રબોધે છે, ને વૈરાગ્ય આવી અજ્ઞાનને અંતરપટ દૂર થાય છે, ત્યારે તેને બ્રહ્મનું ભાન થાય છે અને જગતને પ્રપંચ સમજી પરમાનંદમાં મગ્ન થઈ રહે છે.
व्यामोहमात्र विरता खरूपादानमात्रतः ।
वीतशोका विराजते निरावरणदृष्टयः ॥५॥ * અર્થ. વ્યાએહ માત્ર ઉતરી જતાં અને પિતાના સ્વરૂપનું જ્ઞાન થતાં આવરણ રહિત દૃષ્ટિવાળો પુરુષ શેરહિત થઈશેભે છે.
ટીકા. અષ્ટાવક્ર કહે છે કે–મનુષ્ય માત્રનું અંતઃકરણ અજ્ઞાન -માયાકૃત બાહથી આવરિત છે, એટલે તેને સમજાતું નથી કે બબ ક્યાં છે. જ્યારે શાસ્ત્ર અને ગુરુ તેને તેના પિતામાં જ બ્રહ્મ છે, એવું સમજાવે છે, ત્યારે તેને માયાહ-ભ્રમ દૂર થાય છે. દષ્ટાંત આપતાં કહે છે કે–દસ પુરુષ એક નદી ઉતરી “પિત દસ
* કિઅમાવત ને તે