________________
૧૦
અષ્ટાવક્ર ગીતા. सर्वत्र दृश्यते स्वस्थः सर्वत्र विमलाशयः। समस्तवासना मुक्तो मुक्तः सर्वत्र राजते ॥ ११ ॥
અર્થ. જીવન્મુક્ત જ્ઞાની સર્વ જગતને શાંત, વિમળ અંત:કરણવાળું અને સમસ્ત વાસનાઓ રહિત જેતે સર્વત્ર મુક્તતાથી વિરાજીત થઈ રહે છે.
पश्यन् श्रृण्वन् स्पृशन जिघनश्नन् गृह्णन वदन व्रजन् । ईहितानीहितैर्मुक्तो मुक्त एव महाशयः ॥ १२ ॥
અર્થ. જેતે, સુણત, અડતે, સુંઘતે, ખાતે, પકડતે, બેલતે, ચાલતો અને રાગદ્વેષથી મુક્ત એ જેને નિશ્ચય થયેલ છે તે મહાશય મુક્ત જાણો. બધી ક્રિયાઓ કરતે હોવા છતાં પણ જેને જગતની કઈ ચીજમાં રાગદ્વેષ નથી તે જ મુક્ત છે.
न निन्दति न च स्तौति न हृष्यति न कुप्पति । न ददाति न गृहणाति मुक्तः सर्वत्र नीरसः ॥ १३ ॥
અર્થ. તે નથી કોઈની નિંદા કરતે, નથી સ્તુતિ કરતે, નથી હરખાતે, નથી કેપ કરતો, નથી આપત, નથી લેતે અને જે વળી સર્વત્ર નીરસ રહે છે, તે નરને મુક્ત જાણુ. દંભીને નરકવાસ.
ટીકા. જીવન્મુક્ત દશાને પામેલો પુરુષ નથી કોઈની નિંદા કરતો, નથી કોઈની સ્તુતિ કરતે, નથી હરખાતા, નથી કાપતો પણ જગતના સઘળા સારામાઠા બનાવથી ઉદાસીન રહી શાંત જીવન ગુજારતો, બ્રહ્મજ્ઞાનમાં જ તલ્લીન રહે છે. અંતઃકરણમાં આશાઓ અને ભોગાભિલાષ ભરેલા હોય તે નરકે જાય છે. આવા ખોટા વૈરાગ્યવાળાના દષ્ટાંતમાં કહે છે કે–એક રાજાની પાસે કોઈ એક સાધુ રહેતા