________________
અધ્યાય ૧૦ મે.
૧૦૦ અને જે પિતાને આવી મળે છે તેટલામાં સુખે કરીને જીવન ગુજારે કરે છે, તે જ પુરુષને ધન્ય છે અથવા તે જ કૃતકૃત્ય અને પૂજનીય છે,
એમ જણ.
कृताथोऽनेन ज्ञानेनेत्येवं गलितधीः कृती। पश्यन् श्रृण्वन् स्पृशन् जिघनश्यनास्ते यथामुखम् ॥८॥
અર્થ. જ્ઞાનથી પિતાને કૃતાર્થ માનનાર અને જેની બુદ્ધિ-તૃષ્ણ ગળી ગયેલી છે એવો પુરુષ, જેતે, સાંભળતે, સ્પર્શ કરતે, સુંઘતે અને ભજન કરતે યથાસુખે રહે છે.
ટીકા. “આત્મજ્ઞાનથી હું કૃતાર્થ છું” એવી બુદ્ધિ પણ જેની ગલિત થઈ ગઈ છે એવો પુરુષ સંસારમાં ખાતા પીતો અને સર્વ વ્યવહાર કરતો રહે તે સમાહિત ચિત્તવાળો પુરુષ બ્રહ્મરૂપજ જાણવો.
शून्या दृष्टिव॑था चेष्टा विकलानींद्रियाणि च । न स्पृहा न विरक्तिर्वा क्षीणसंसारसागरे ॥९॥
અર્થ. જેને સંસારસાગર ક્ષીણ થઈ ગયો છે, જેની દૃષ્ટિ શૂન્ય, ચેષ્ટા વૃથા ને ઈન્દ્રિયો વિકળ થઈ ગઈ છે તેને આ જગતમાં કશી સ્પૃહા કે વિરક્તિ રહેતી જ નથી.
न जागतिं न निद्राति नोन्मीलति न मीलति ।। अहो परदशा कापि वर्तते मुक्तचेतसः ॥ १० ॥
અર્થ. તે જાગતું નથી, નિદ્રા કરતે નથી, ને આંખ મીંચતો કે ઉઘાડતું નથી, એવી પરદશા ઉત્તમસ્થિતિમાં મુક્ત પુરુષ રહે છે. અહીં જીવન્મુક્ત પુરુષની ઉત્કૃષ્ટ દશા કેવી વિરક્ત છે!