________________
અધ્યાય ૧૦ મે.
૧૧૧
હતો. તે રાજાને વૈરાગ્યનો ઉપદેશ કરતો અને રાજા સાથે રહેતાં આનંદ માણતો હતો. ઘણે વખત આવાં સુખ ભોગવી રાજા ને સાધુ બેઉ જણ એકે દહાડે મરણ પામ્યા. આ વાત સાંભળી નગરના એક શિવાલયમાં રહેતો જીવન્મુકત ખડખડાટ હસી પડશે. તેને હસતો જોઈ લેકે પૂછયું કે મહારાજ ! આપ કેમ હસે છો ? ત્યારે તેણે જવાબ દીધો કે રાજા સ્વર્ગે ગયે ને સાધુ નરકમાં પડે; કારણ કે તે દંભી સાધુ હતો.
सानुरागां स्त्रियं दृष्ट्वा मृत्यु वा समुपस्थितं । अविवलमनाः स्वस्थो मुक्त एव महाशयः ॥१४॥
અર્થ. અનુરાગવતી સ્ત્રીને જોઈ કે સામે આવીને ઉભેલા મૃત્યુને જેઈ વ્યાકુળ ન થતાં જે સ્વસ્થ રહે છે–તે જ મહાશય મુક્ત છે, એમ જાણવું.
सुखे दुःखे नरे नायी संपत्सु च विपत्सु च । विशेपो नव धीरस्य सर्वत्र समदर्शिनः ॥ १५ ॥
અર્થ. સુખમાં, દુઃખમાં, નરમાં, નારીમાં, સંપતમાં કે વિપત્તિમાં, સર્વત્ર જે સમદશી રહે છે તે ધીર જ્ઞાનીને કંઈ વિશેષ લાગતું નથી, બધું સરખું જ લાગે છે.
न हिंसा नैव कारुण्यं नौद्धत्यं न च दीनता। નાય નૈ રોમઃ હિંસાને કરે છે ૬ .
અર્થ. ક્ષીણ થયેલ છે સંસાર જેને એવા નરમાં હિંસા નથી હોતી, નથી કારૂણ્ય હોતું, નથી એદ્ધત્ય કે નથી હોતી દીનતા, તેમજ તેને કંઈ આશ્ચર્ય લાગતું નથી, તેમ કહિં ભે થતો નથી. મુક્તજનની દૃષ્ટિ બધે એક સરખી જ રહે છે.