________________
૧૦૨
અષ્ટાવક્ર ગીતા. आयासात्सकलो दुःखी नैनं जानाति कश्चन । अनेनवोपदेशेन धन्यः पामोति निर्वृतिः ॥३॥
અર્થ. સંસારની ઉપાધિઓના પરિશ્રમથી સર્વ મનુષ્ય દુઃખી છે. તેમ છતાં તેઓ દુઃખ જાણતા નથી. એ લોકોમાં કઈ ધન્ય પુરુષજ ગુરુના ઉપદેશને લીધે નિવૃત્તિ પામે છે.
व्यापारे खिद्यते यस्तु निमिषोन्मेषयोरपि। तस्यालस्य धुरीणस्य सुखं नान्यस्य कस्याचत् ।। ४ ॥
અર્થ. આંખ મીંચવા ઉઘાડવાના કામથી પણ જેને ખેદ થાય છે તે આળસુના આગેવાનના જેવું સુખ બીજા કેઈજ નથી. ધ્યાન પરાયણતા.
ટકા. જીવન્મુક્તની સુખી અવસ્થાનું સ્વરૂપ આળસુઓના ધુરીણને આપવામાં આવે છે, તે એક રીતે તે યોગ્ય નથી, પરંતુ બ્રહ્મપરતામાં તે કેવો વ્યાપાર શુન્ય થઈ જાય છે તે અતિ દર્શાવવામાં આવ્યું છે. સર્વ પ્રપંચનો ત્યાગ કરી આંખ મીંચીને પરબ્રહ્મનું જ એક ચિત્વના કરતા જીવન્મુક્તને ધન્ય છે. સંસારની જંજાળમાંથી આવી રીત મનને ખેંચી લીધા વગર મોક્ષ નથી થતો.
इदं कृतमिदं नेति द्वंद्वैर्मुक्तं यदामनः । धर्मार्थकाममोक्षेषु निरपेक्षं तदा भवेत् ॥ ५॥
અર્થ. આ કર્યું ને આ નથી કર્યું, એવા કંથી મન જ્યારે મેકળું–અળગું થાય છે, ત્યારેજ ધર્મ, અર્થ, કામ અને મેક્ષમાં નિરપેક્ષતા આવે છે.
विरक्तो विषयद्वेष्टा रागीविषयलोलुपः। प्रहमोक्षविहीनस्तु न विरक्तो न रागवान् ॥६॥