________________
૧૦૦
અષ્ટાવક્ર ગીતા. સર્વત્ર એક આત્મા જ છે.
અર્થ. આ વિશ્વ બધુ બ્રાંતિ માત્ર છે, વિશ્વ પિતાની સત્તાએ વિદ્યમાન જસએ નથી. આ નિશ્ચય કરીને તે બીલકુલ વાસના રહિત થઈ શાંતિને પામ, અર્થાત્ સુખથી સહે.
एक एव भवांभोधावासिदस्ति भविष्यति। न ते बंधोऽस्ति मोक्षो वा कृतकृत्यः सुखं चर ॥ १८ ॥
અર્થ. આ ભવસાગરમાં તુંજ એકલો હાલ છે અને ભવિષ્યમાં પણ તેજ હોઈશ એમાં તને બંધ નથી અને મેસે નથી, માટે તું એકલે પિતાને કૃતકૃત્ય માની સુખપૂર્વક રહે.
मा संकल्पविकल्पाभ्यां चित्तं क्षोभय चिन्मय । उपशाम्य सुखं तिष्ठ स्वात्मन्यानंदविग्रहे ॥ १९ ॥
અર્થ. હે.ચિન્મય ! હે બ્રહ્મસ્વરૂપ-જનક! સંકલ્પ વિકલ્પથી તમે તમારા ચિત્તને ક્ષોભ પમાડે નહિ; પરંતુ મનને શાંત કરી આનંદપૂર્ણ પિતાના સ્વરૂપમાં સુખે કરીને સ્થિત થાઓ. त्यजैव ध्यानं सर्वत्र मा किंचिहृदि धारय । आत्मा त्वं मुक्त एवासि किं विमृश्य करिष्यसि ॥२०॥
અર્થ. સર્વે તરફનું બધું ધ્યાન તજી દે, હૃદયમાં કશું ધાર નહિ, તું આત્મારૂપ છે અને મુક્તજ છે, એટલે હવે વધુ વિચાર કરીને તું શું કરીશ-કરવાનું છે? કંઈ નહિ. સમજવાનું ને કરનાનું જે છે, તે એજ છે કે–આ વિશ્વમાં જે ને તે માત્ર હુને હુંજ એક આત્મા છું, બીજું કંઈજ નથી. ॥ इति श्रीमदष्टावक्रगीतायां तृष्णात्यागनिरूपणंनाम
अष्टमोऽध्यायः समाप्त।।