________________
અષ્ટાવક્ર ગીતા. અને અમલરૂપ છે, તેમાં (તારામાં) જન્મ, કર્મ, અને અહંકાર ક્યાંથી હોય ? તું જે સર્વસ્વ રૂપ છે તેને વળી જન્મ, કર્મ અને અહંકાર વગેરે પ્રપંચ શે ? અને તે ક્યાંથી હોય? નજ હોય. માટે તું તારા પિતામાંજ એકચિત્ત થા.
यत्त्वं पश्यसि तत्रैकस्त्वमेव प्रतिभाससे । किं पृथग्भासते स्वर्णात्कटकांगदनूपुरम् ॥ १४ ॥
અર્થ. જે તું જુએ છે, તે બધું એક તું રૂપજ દેખાય છે –ભાસે છે. કડાં, બાજુબંધ અને નૂપુર, શું સોનાથી જુદાં છે વારૂ? ના, તે પણ સોનું જ છે. સેનું ને તેના ઘાટનું દષ્ટાંત.
ટીકા. તું, તું ને તુંજ આ સકળ વિશ્વ રૂપ છે, ત્યાં પછી બીજું શું હોય ? તું જ્યાં દૃષ્ટિ કરે ત્યાં તને તારું ને તારંજ દર્શન થાય તેમ છે. કડાં હોય, બાજુબંધ હોય કે નપુર હૈય, તે સે સોનાને તો પિતારૂપજ લાગે, તેમ જેને આત્મજ્ઞાન થયું છે, જે પિતાથી પૃથફ કંઈ હોય એમ જાણતો જ નથી, તને આ પ્રતિભાસતી બધી ચીજે કડાં કુંડળ વગેરે જેમ સમયપુરતા જુદા જુદા આકાર ભાસે પણ અંતે સેનું જ છે, તેમ જ્ઞાનીને બધું જ પિતારૂપ ભાસે છે. હે જનક! તું આવી આમષ્ટ કર. તને થોડું જ્ઞાન થયું છે, પરંતુ અદ્યાપિ તને “તારામાં જ સર્વ વિશ્વ અને સર્વ વિશ્વમાં તું જ છે ” એવો નિશ્ચય થયો નથી. માટે વારંવાર કથન કરવું પડે છે. હ્મજ્ઞાનને માટે સતત ઉપદેશની, શ્રવણની અને મનન તથા નિદિધ્યાસન-વગેરેની અગત્ય છે. વેતકેતુને બાર બાર વર્ષ સુધી અભ્યાસ કરાવવા છતાં પણ જ્ઞાન થયું નહોતું પણ સામું અભિમાન આવ્યું હતું. છાંદોગ્ય ઉપનિષદ્દમાં તે સંબંધી એક એવી કથા છે કે–તે અભ્યાસ પુરો કરી ઘેર આવ્યા ત્યારે, તેને એવો વિચાર થયો કે “હું બહુ ભણ્યો છું, મને મારા