________________
ભગવાન મહાવીરની વાણીના અંતિમ ઉપદેશનું આ અમૃત લોક સુલભ કરવામાં જેણે જેણે સહાય કરી તે સૌના અમે આભારી છીએ.
૧૬-૫-૧૯૯૧
મનુ પંડિત
મંત્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર
પાંચમી આવૃત્તિ પ્રસંગે ચોથી આવૃત્તિ પ્રગટ થતાં તેના આગોતરા ગ્રાહકો નોંધાયા હોવાથી છપાતાં જ ઊપડી ગઈ. ત્યાર પછીનો આ લાંબો – દસકા જેવો – સમય તેની છૂટક છૂટક માંગ આવવા છતાં પ્રગટ કરી શકાઈ નહોતી. તે શ્રી રજનીકાન્તભાઈ સંઘવી, કે જેઓ આ સંસ્થાના પ્રમુખપદે છે, તેમના આદર્શરૂપ દાનથી આ નવી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે.
નવી આવૃત્તિમાં ટાઈપ મોટા લેવામાં આવ્યા છે, જેથી નિત્યપાઠી વાચકોને વધુ ઉપયોગી થઈ પડશે.
શ્રી રજનીકાન્તભાઈ સંઘવી તરફથી આ ગ્રંથના છાપકામમાં રૂપિયા વીસ હજારનો ઉદાર આર્થિક સહયોગ પ્રાપ્ત થતાં કિંમત માત્ર ચાળીસ રૂપિયા રાખવામાં આવી છે. અમારી સમિતિના સભ્ય ભાઈ શ્રી કુમારપાળ દેસાઈને રજનીકાન્તભાઈનો પરિચયાત્મક લેખ લખી આપવા વિનંતી કરેલ, તે લખી આપવા બદલ તેમનો તથા દાતાના દાન બદલ અમે સંઘવી પરિવારના આભારી છીએ. | મુનિશ્રીનાં અન્ય સૂત્રોને પણ જો આવી ઉદાર સહાય મળતી રહે તો સૂત્ર-પ્રાગટ્યનું ચક્ર ચાલુ રાખી શકાશે. તા. ૨૨ ફેબ્રુઆરી, ૨૦૦૦
મનુ પંડિત
મંત્રી, મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર