________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૧૨. ભિક્ષુ ગૃહસ્થોના વધેલા ઠંડા આહારને, જૂના અડદના બાકળા, થૂલુ, સાથવો કે (પુલાક) જવ આદિના ભૂકાનું પણ ભોજન કરે છે. નોંધ : માત્ર સંયમના હેતુથી જ તેનું શરીર હોય છે અને શરીર ટકાવવા માટે આહાર લેવાનો હોય છે.
૩૮
જે વિદ્યા દ્વારા પતન થવાનો ભય છે તે બતાવે છે : ૧૩. જેઓ લક્ષણવિદ્યા (શરીરનાં કોઈપણ ચિહ્નોથી પ્રકૃતિ જાણી લેવાનું શાસ્ત્ર), સ્વપ્ન શાસ્ત્ર અને અંગવિદ્યા (અંગ ઉપાંગોથી પ્રકૃતિ જાણી લેવાનું શાસ્ત્ર)નો ઉપયોગ કરે છે,તે સાધુઓ નથી કહેવાતા. એ પ્રમાણે આચાર્યોએ ફરમાવ્યું છે.
૧૪. (સંયમ ગ્રહણ કર્યા પછી) જેઓ પોતાના જીવનને નિયમમાં ન રાખતાં સમાધિ યોગોથી ભ્રષ્ટ થાય છે, તેઓ કામ ભોગોમાં આસક્ત થઈને (કુકર્મો કરી) આસુરી દેહમાં ઉત્પન્ન થાય છે.
૧૫. વળી ત્યાંથી (આસુરી ગતિમાંથી) પણ ફરીને સંસાર ચક્રમાં ખૂબ અટન કર્યા કરે છે. અને બહુ કર્મના લેપથી લેપાયેલા તેઓને સમ્યકત્વ (સદબોધ) થવું અત્યંત દુર્લભ છે.
માટે સુંદર રાહ દર્શાવે છે :
૧૬. કોઈ આ આખા લોકને (લોકસમૃદ્ધિને) એક જ વ્યક્તિને ઉપભોગ અર્થે આપી દે છતાં તેનાથી પણ તે સંતુષ્ટ ન થાય. કારણ કે આ આત્મા (બહિરાત્મા-કર્મપાશથી જકડાયેલો જીવ) દુઃખે કરીને પુરાય તેવો છે. (સદાય અસંતુષ્ટ રહે છે.)
૧૭. જેમ લાભ થતો જાય તેમ લોભ થાય. લાભથી લોભ વધતો જાય છે. બે માસા (જૂના વખતના સિક્કાનું નામ છે) માટે કરેલું કાર્ય કરોડોથી પણ પૂરું ન થયું.
નોંધ : જેમ જેમ મળતું જાય છે તેમ તેમ તૃષ્ણા કેવી રીતે વધે છે તેનું ઉપર આપેલું આબેહૂબ ચિત્રણ છે.
૧૮. જેનું અનેક પુરુષોમાં ચિત્ત છે એવી, ઉન્નત છાતીવાળી (સ્તનોવાળી) અને રાક્ષસી જેવી સ્ત્રીઓમાં આસક્ત થવું નહિ કે જે પુરુષને પ્રથમ પ્રલોભન આપીને પછી તેની સાથે ચાકરના જેવું વર્તન રાખે છે.
નોંધ : વેશ્યા કે હલકી વૃત્તિની સ્ત્રીઓના સંબંધનો આ શ્લોક છે. જેવી રીતે પુરુષોને સ્ત્રીઓમાં ન લોભાવું તે જ રીતે સ્ત્રીઓએ પુરુષોમાં પણ ન