________________
પ્રમાદસ્થાન
૨૧૯ કપટ તથા અસત્યાદિ દોષોને વધારી મૂકે છે. અને તેથી તે જીવ દુઃખથી મુકાતો નથી.
૫૭. અસત્ય બોલવા પહેલાં કે ત્યાર પછી, કે (મૃષા વાક્યનો) પ્રયોગ કરતી વખતે પણ તે અતિશય દુ:ખી હોય છે. અને તે દુ:ખી જીવાત્મા એ પ્રકારે અદત્ત વસ્તુઓને ગ્રહણ કરવા છતાં ગંધમાં અતૃપ્ત રહેતો તે અતિદુઃખી અને અસહાયી બને છે.
૫૮. એ પ્રકારે ગંધમાં અનુરક્ત રહેલા જીવને થોડું પણ સુખ ક્યાંથી સંભવે ? જે વસ્તુને પ્રાપ્ત કરવા કષ્ટ વેઠેલું તે ગંધના ઉપભોગમાં પણ અત્યંત કલેશ અને દુઃખ પામે છે.
પ૯. એ પ્રમાણે અમનોજ્ઞ ગંધમાં દ્વેષ પામેલા તે જીવ દુઃખોની પરંપરાને ઉત્પન્ન કરે છે અને દ્વેષથી ભરેલ ચિત્ત (દુચિત્તથી) કર્મોને જ એકઠાં કરે છે અને તે કર્મો પરિણામે તેને દુઃખકર નીવડે છે.
૬૦. પરંતુ જે ગંધમાં વિરક્ત રહી શકે છે તે શોકથી રહિત હોય છે અને જળમાં ઊગેલું કમળપત્ર જેમ જળથી લેવાતું નથી તેમ આ સંસારની વચ્ચે રહેવા છતાં (તે જીવ) ઉપર જણાવેલા દુઃખોની પરંપરાથી લપાતો
નથી.
૬૧. રસ એ જીભનો ગ્રાહ્ય વિષય છે. મનોજ્ઞરસ રાગના હેતુભૂત અને અમનોજ્ઞરસ દ્રષના હેતુભૂત છે. જે તે બંનેમાં સમભાવ રાખી શકે છે તે વીતરાગી છે. - ૬૨. જીભ એ રસની ગ્રાહક છે અને રસ એ જીભનો ગ્રાહ્ય વિષય છે. મનોજ્ઞરસ રાગના હેતુરૂપ અને અમનોજ્ઞ રસ દ્રષના હેતુરૂપ છે એમ મહાપુરુષો કહે છે.
૬૩. જેમ રસનો ભોગી મચ્છ આમિષના લોભમાં લોખંડના કાંટાથી ભદાઈ જાય છે તેમ રસોમાં તીવ્ર આસક્તિ રાખનાર અકાળ મૃત્યુ પામે છે.
૬૪. વળી જે અમનોત્તરસમાં તીવ્ર દ્વેષ રાખે છે તે તે જ ક્ષણે દુઃખ પામે છે. આવી રીતે પોતાના જ દુર્દમ્ય દોષથી જીવ દુઃખી થાય છે. તેમાં રસનો કશો પણ દોષ નથી.
- ૬૫. રુચિકારક રસમાં એકાંત રક્ત રહેલો જીવ અમનોજ્ઞ રસ પર દ્વેષ રાખે છે અને આખરે તે અજ્ઞાની દુઃખથી ખૂબ પીડાય છે. આવા દોષથી વિરાગી મુનિ લપાતો નથી.