________________
યજ્ઞીય
૧૭૧ ૪૧. કામભોગોથી કર્મબંધન થઈ જીવાત્મા મલિન થાય છે. ભોગરહિત જીવાત્મા શુદ્ધ થઈ કર્મથી લપાતો નથી. ભોગી સંસારમાં ભમે છે, ભોગમુક્ત સંસારથી મુક્ત થાય છે.
૪૨. સૂકો અને લીલો એવા બે માટીના ગોળાઓ ભીંતમાં અથડાવા છતાં જે લીલો હોય છે તે જ ચોંટે છે, સૂકો ચોંટતો નથી. - ૪૩. એ જ પ્રમાણે કામભોગમાં આસક્ત, દુષ્ટ બુદ્ધિવાળા પાપકર્મ કરી સંસારમાં ચોંટે છે. જે વિરક્ત પુરુષો હોય છે તે સૂકા ગોળાની માફક સંસારમાં ચોંટતા નથી.
૪૪. આ પ્રમાણે જયઘોષ મુનિવર પાસે શ્રેષ્ઠ ધર્મ સાંભળીને સંસારની આસક્તિથી રહિત થઈ પ્રવ્રજિત થયો.
૪૫. એ પ્રમાણે સંયમ તથા તપશ્ચર્યા દ્વારા પોતાના સકળ પૂર્વકર્મોનો ક્ષય કરી જયઘોષ અને વિજયઘોષ એ બંને ત્યાગીઓ સર્વશ્રેષ્ઠ સિદ્ધિને પામ્યા.
નોંધ : જન્મથી સૌએ જીવો સમાન છે. સમાન જીવી, સમાન લક્ષી અને સમાન પ્રયત્નશીલ છે. જન્મથી સૌએ શુદ્ર છે, સંસ્કારથી જ દ્વિજ બને છે. સારાંશ; પતન કે વિકાસ એ જ નીચ અને ઊંચનાં સૂચક છે. જન્મગત ઉચ્ચ નીચના ભેદો માની લેવા એ તો કેવળ ભ્રમ છે.
જાતિથી કોઈ ચાંડાલ, કોઈ બ્રાહ્મણ, કોઈ વૈશ્ય કે કોઈ ક્ષત્રિય નથી. ઘણા જાતિના ચાંડાલ, બ્રાહ્મણો જેવા હોય છે. ઘણા જાતિના બ્રાહ્મણો ચાંડાલ જેવા હોય છે. ઘણા જાતિના ક્ષત્રિય વૈશ્યો સમાન હોય છે. ઘણા જાતિના વૈશ્ય ક્ષત્રિય સમાન હોય છે. માટે કર્મથી જ બ્રાહ્મણ, કર્મથી જ ક્ષત્રિય, કર્મથી જ વૈશ્ય અને કર્મથી જ શૂદ્ર કહેવાય છે.
ગુણોથી જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે ચાંડાલ થવાય છે.
બ્રહ્મચર્ય, અહિંસા, ત્યાગ અને તપશ્ચર્યાદિ ગુણોના વિકાસમાં બ્રાહ્મણત્વનો વિકાસ છે. સાચું બ્રાહ્મણત્વ સાધી બ્રહ્મ (આત્મસ્વર-)ને કે આત્મજ્યોતિને પામવી એ જ સૌનું લક્ષ્ય છે. જાતિપાતિના કલેશો છોડી બ્રાહ્મણત્વની આરાધના કરવી એ સૌને માટે આવશ્યક છે.
એમ કહું છું. એ પ્રમાણે યજ્ઞ સંબંધીનું પચીસમું અધ્યયન સમાપ્ત થયું.