________________
યજ્ઞીય
૧૬૯ સાચા બ્રાહ્મણ કોણ ? ૧૯. આ લોકમાં જે શુદ્ધ અગ્નિની માફક પાપથી રહિત થઈ પૂજાયેલા છે તેને જ કુશળ પુરુષો બ્રાહ્મણ માને છે, અને તેથી જ અમે પણ તેને બ્રાહ્મણ કહીએ છીએ.
૨૦. જે સ્વજનાદિમાં આસક્ત થતો નથી અને સંયમી થઈ (કષ્ટથી) શોક કરતો નથી અને મહાપુરુષોના વચનામૃતોમાં આનંદ પામે છે તેને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૨૧. જેમ શુદ્ધ થયેલું સોનું મેલ રહિત હોય છે તેમ જે મળ અને પાપથી રહિત અને રાગ, દ્વેષ અને ભયથી પર હોય છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૨૨. જે સદાચારી, તપસ્વી, દમિતેન્દ્રિય ને તપશ્ચર્યા દ્વારા માંસ અને લોહી શોષવી નાંખ્યા હોય, કુષ શરીરવાળો (દુર્બળ) અને કષાય જવાથી શાંતિને પામેલો હોય છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૨૩જે હાલતા ચાલતા જીવોને અને સ્થાવર (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ) જીવોને પણ મનથી, વચનથી કે કાયાથી હણતો નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૨૪. જે ક્રોધથી, હાસ્યથી, લોભથી કે ભયથી ખોટું બોલતો નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૨૫. જે સચિત (ચેતનવાળા જીવો, પશુ ઇત્યાદિ) કે અચિત્ત (સુવર્ણ ઈત્યાદિ) થોડું કે બહુ અણદીધેલું કે અણહકનું લેતો નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૨૬. જે દેવતા, મનુષ્ય કે તિર્યંચ સંબંધી મન, વચન, અને કાયાએ કરી મૈથુન સેવતો નથી
૨૭. જેમ કમળ પાણીમાં ઉત્પન્ન થવા છતાં પાણીથી લેવાતું નથી, તેમ કામ ભોગોથી જે અલિપ્ત થાય તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૨૮. જે રસલોલુપી ન હોય, માત્ર ધર્મ નિમિત્તે જ ભિક્ષાજીવી હોય અને ગૃહસ્થોમાં આસક્ત ન હોય તેવા અકિંચન ત્યાગીને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૨૯. જે પૂર્વસંયોગ (માતા, પિતા, ભાઈ વગેરેના સંયોગ જ્ઞાતિજનોના સંગ અને સંધવર્ગને છોડીને પછીથી તેના રાગમાં કે ભોગોમાં જે આસક્ત થતો નથી તેને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ.