________________
મૃગાપુત્રીય
૧ ૧૭ ૨૭. સાધુજી દાંત ખોતરવાની સળી સુદ્ધાં પણ રાજીખુશીથી દીધા વગર લઈ શકે નહિ. તેવી રીતે દોષ રહિત ભિક્ષા મેળવવી એ પણ અતિ કઠિન છે.
નોંધ : દશવૈકાલિક સૂત્રના ત્રીજા અધ્યયનમાં બેતાલીસ દોષોનું વર્ણન છે. ભિક્ષને તેવા સૂક્ષ્મદોષોથી રહિત ભોજન લેવાની આજ્ઞા છે.
૨૮. કામ ભોગોના રસને જાણનારાએ અબ્રહ્મચર્ય (મૈથુન)થી સાવ વિરક્ત રહેવું એ કંઈ સામાન્ય વાત નથી. આવું ઘોર (અખંડ) બ્રહ્મચર્યવ્રત પાળવું અતિ અતિ કઠિન છે.
નોંધ : બાળપણથી જેણે ભોગો ન ભોગવ્યા હોય તે કરતાં ભોગવી લીધા હોય તેને વારંવાર તેનું સ્મરણ આવવું એ સાવ સંભવિત છે અને
સ્મરણથી કુસંકલ્પ થતા જાય તો માનસિક, વાચિક અને કાયિક બ્રહ્મચર્ય પાળી શકાય નહિ.
૨૯. ધન, ધાન્ય કે દાસાદિ કોઈપણ વસ્તુનો પરિગ્રહ ન રાખવો તેમજ સંસારની હિંસાદિ સર્વ ક્રિયાઓનો ત્યાગ કરવો તે દુષ્કર છે. ત્યાગ કરીને કોઈ વસ્તુ પર મમતા પણ ન રાખવી તે અતિ દુષ્કર છે.
૩૦. અન્ન, પાણી, મેવા કે મુખવાસ એ ચારે પ્રકારમાંના કોઈ પણ આહારનો રાત્રે ઉપયોગ કરી શકે નહિ તેમજ કોઈ પણ વસ્તુનો બીજા દિવસ માટે સંગ્રહ પણ રાખી શકે નહિ. આવું છઠું વ્રત છે તે પણ કઠણ છે.
નોંધ : જૈન સાધુને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચે વ્રતો મન, વચન અને કાયાથી વિશુદ્ધ રીતે જીવનપર્યત પાળવાનાં હોય છે અને રાત્રિભોજનનો પણ સર્વથા ત્યાગ કરવાનો હોય છે.
સાધુ જીવનમાં જે આકસ્મિક સંકટો આવે છે તે બતાવે છે :
૩૧. સુધા, તૃષા, ટાઢ, તાપ, (ધ્યાનમાં) ડાંસ અને મચ્છરનું દુ:ખ, કઠોર વચનો, દુ:ખદ સ્થળ, તૃણસ્પર્શ અને મેલનું આવી પડતું દુઃખ,
૩૨. તેમજ તાડન (માર) તર્જન (ઠપકો) વધ અને બંધનનાં કષ્ટો પણ સહેવા સહેલા નથી. સદા ભિક્ષાચર્યા કરવી, યાચીને પણ આપેલું જ લેવું અને યાચના કરતાં પણ અપ્રાપ્તિ થાય એ બધું દુષ્કર છે.
૩૩. આ કાપોતી (પારેવાની જેમ કાંટાને તજી પરિમિત કણ જ ખાવા) વૃત્તિ-સંયમી જીવન, દારુણ (ભયંકર કેશલુંચન અને દુષ્કર બ્રહ્મચર્ય પાલન આ બધું પાળવું શક્તિવાળો પણ કઠિન થાય છે.)