________________
પાપ શ્રમણીય
૧૦૧ ૧૪. રજે ખરડેલા પગને પંજ્યા વિના શય્યા પર સૂવે કે ઉપાશ્રય કે શધ્યાને વિવેકપૂર્વક જુએ નહિ તેમ જ શયામાં સૂતાં સૂતાં અસાવધપણે વર્તે તે પણ પાપી શ્રમણ કહેવાય છે.
નોંધ : આદર્શ સંયમી માટે સામાન્ય અલના થાય તે પણ પાપ છે.
૧૫. જે દૂધ, દહીં કે તેવા રસવાળા પદાર્થોને વારંવાર ખાધા કરે છે તેમ જ તપશ્ચર્યા તરફ પ્રીતિ ધરાવતો નથી તે પણ પાપી શ્રમણ કહેવાય છે.
૧૬. સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત થતાં સુધી વારંવાર વેળા કવેળાએ આહાર કર્યા કરે અને કોઈ ગુરુ કે વડીલ શિખામણ આપે તો તે ન માનતાં ભિક્ષાની અવગણના કરે છે તે પણ પાપી શ્રમણ કહેવાય છે.
૧૭. જે સદગુરુને ત્યાગી દુરાચારીઓનો સંગ કરે છે, છ માસે પોતાના સંપ્રદાયને છોડી બીજા સંપ્રદાયમાં ચાલી જાય છે અને નિંદનીય ચારિત્રવાળો હોય છે તે પાપી શ્રમણ કહેવાય છે.
નોંધ : સંપ્રદાય એટલે ગુરુકુલ, સાધક જે ગુરુકુલમાં રહીને પોતાની સાધના કરતો હોય છે તેને ખાસ કારણ સિવાય છોડીને ચાલી જનારો સ્વચ્છંદી સાધક પતિત થાય છે.
૧૮. પોતાનું ઘર (ગૃહસ્થાશ્રમ) છોડીને સંયમી થયો છે છતાં રસ લોલુપી કે ભોગી બની પર (ગૃહસ્થોનાં) ઘરે ફર્યા કરે અને જ્યોતિષ વગેરે વિદ્યાર્થી પોતાનું જીવન ચલાવે (તે સાધુનો ધર્મ નથી માટે) તેવું કરનાર પાપી શ્રમણ કહેવાય છે.
૧૯. ભિક્ષુ થયા પછી તો તેને “વસુધૈવ કુટુમ્' હોવું જોઈએ. તેમ છતાં સામુદાયિક (બાર કુળની) ભિક્ષાને ન ઇચ્છતાં માત્ર પોતાની જ્ઞાતિનો જ આહાર લઈ ભિક્ષા કરે છે તેમજ કારણ સિવાય ગૃહસ્થને ત્યાં વારંવાર બેસે છે તે પાપી શ્રમણ કહેવાય છે.
નોંધ : જે કુળમાં અભક્ષ્ય (માંસાદિ) આહારો થતા હોય તેમજ હલકા આચારવિચારો હોય તે જ વર્જ્ય ગણી અન્ય સ્થળોથી ભિક્ષા લેવી એ પ્રમાણે જૈનશાસ્ત્રકારોએ જૈન સાધુજીને છૂટ આપી છે. ગૃહસ્થને ત્યાં વૃદ્ધ, રોગી કે તપસ્વી સાધુ જ કારણવશાત્ બેસી શકે તે સિવાયના તો નહિ જ. કારણ કે ગૃહસ્થના અતિ પરિચયથી પતન અને એક જ્ઞાતિના જ પિંડ લેવાથી બંધન થઈ જાય છે.