________________
દેવકીજીનું ગર્ભહરણ અને શેષાવતાર આસુરી ભાવવાળાને, આસુરી મિત્ર સાંપડે; તે સૌ ભેળા મળી હશે, સુરને નાશ આદરે. ૧ કિંતુ તે જ સમે સામે, પ્રભુ-અંશે સમુદ્દભવી; કરીને સા'ય સુરોને, અપે જીત ખરેખરી. ૨
બ્રહ્મચર્યનિષ્ટ શુકદેવજી કહે છે: “પરીક્ષિત ! એક તરફથી તો રાજ કંસ જતે બળવાન હતો જ. સાથોસાથ મગધનરેશ જરાસંધની ઘણી મદદ એ કંસને સ્વાભાવિક મળતી રહેતી હતી. ઉપરાંત એના સાથીઓમાં (૧) પ્રલંબાસુર (ર) બકાસુર (૩) ચાણુર (૪) તૃણાવર્ત (૫) અઘાસુર (૬) મુષ્ટિક (૭) અરિષ્ટાસુર (૮) દ્વિવિદ (૯) પૂતના (૧૦) કેશી અને (૧૧) ધેનુ તેમજ બાણાસુર અને ભોમાસુર જેવા ઘણું દૈત્ય રાજાઓ એના સહાયકરૂપ હતા. એ બધાને સાથ લઈ તે યદુવંશીઓને નષ્ટ કરવા લાગી ગયેલ. આથી યદુવંશીઓ ભયભીત થઈ કુર, પંચાલ, કેક્ય, શાલવ, વિદર્ભ, નિષધ, વિદેહ અને કાસલ આદિ દેશોમાં જઈ વસવા લાગ્યા હતા ! જ્યારે કસે એક એક કરીને દેવકીજીનાં છ બાળકે મારી નાખ્યાં ત્યારે દેવકીજીના ગર્ભમાં ભગવાનને પોતાના અંશરૂપ શ્રીશેષજી-જેમને અનંત પણ કહેવાય છે, તેઓ–પધાર્યા. આનંદ સ્વરૂપ તેઓના ગર્ભ પ્રવેશથી શ્રી દેવકીજીને સહજ સહજ અતિશય આનંદ થયે ! પરંતુ કંસ કદાચ એને પણ મારી નાખે છે એને લીધે દેવકીજીને શાક પણ એટલું જ વધી ગયો !
વિશ્વાત્મા ભગવાને જ્યારે જોયું કે મને જ પિતાના સ્વામી અને સર્વસ્વ માનનારા યદુવંશીઓ કંસ મારફત ખૂબ સતાવાયા છે, ત્યારે ભગવાને પોતાની ગમાયાજીને આદેશ આપી દીધું :