________________
૩૦૮
તેઓ અને તેમના ભાઈ બલરામે વિશ્વભાર ઓછો કરી નાખ્યો !
પરીક્ષિતજી! ભગવાને એ રીતે અવતાર ધરીને જગતને ભાર એ કરવાની સાથે સાથે કલિયુગના ભક્તો માટે એવું “ગીતા” તત્વ આપ્યું કે જેના ગાનથી અને સાંભળવાથી માનવતાયુક્ત માનવજાતનાં દુઃખ, શોક અને અજ્ઞાન બધું જ નષ્ટ થઈ જાય છે. એ ભગવાનને યશ જ તીર્થ રૂપ છે. એક વાર પણ જાયે-અજાણ્ય તે ભગવાનને યશ સાંભળી લીધે, તે તે અમૃતપાન જેવો નીવડી શકશે. કર્મવાસના પણ ભગવાનનું સ્મરણ કરવાથી ખરી પડતી હોય છે. ખરેખર, એ ભગવાનનું મુખકમલ એવું તે શોભાયમાન હતું કે જાણે તે જોયા જ કરીએ ! તૃતિ વળે જ નહી. તેઓ ઉત્પન્ન થયા મથુરામાં વસુદેવજીને ઘેર પરંતુ જન્મતાં જ સંગે એવા ઊભા. થયા કે તેઓને નંદરાજાના વ્રજમાં જવું પડયું. કારણ કે તેઓને ગ્વાલબાલ, ગોપીઓ અને ગાયને સુખી કરતાં હતાં. એ જન્મકૃત્ય પૂરેપૂરું બજાવી તેઓ મથુરામાં પાછા આવી ગયા. એમનું આખુંય જીવન વ્રજ, મથુરા અને દ્વારિકાપુરીમાં એમણે ગાળ્યું અને ફેઈ પુત્ર-પાંડવો અને કૌરવો વચ્ચે થયેલા કલહ નિમિત્તે પાંડવપક્ષે ન્યાય હોવાથી તેઓ પાંડવ–પક્ષપાતી બનીને અર્જુનને નિમિત્ત બનાવી એ મહાયુદ્ધમાં તેમને જ વિજય અપાવી દીધું. ઉદ્ધવને ઉદ્ધાર કરી કાર્ય પૂરું થતાં પિતે પિતાના પરમ ધામમાં સિધાવી પણ ગયા !”
પરીક્ષિતની કૃષ્ણલીલા-જિજ્ઞાસા ભાગવતી પ્રભુવાણ બ્રહ્મનિષ્ઠ શુકાનન, સેરવે જે સુધા-શી તે, જીરવે પાત્ર સજજન; મહાભારતને જંગ, દુર્તવ્ય સિંધુ-શે છતાં, તે સુસંધ્ય થયો ન્યાય કાજે કૃષ્ણ-કૃપા થતાં. ૨