________________
७४
હિંસાનો માર્ગ અંતે તો, નકામે નિષ્ફળ ઠરે; જ્ઞાની તેથી કહે નિત્ય, સફળ અહિંસા ખરે. આમૂલાગ્ર જગ-શુદ્ધિ, કાજે શસ્ત્ર પ્રયોગ : જાતે પ્રભુ કરે તોયે, જગતશુદ્ધિ થતી ન તે. (પા. ૨૪૮) શાને શસ્ત્રપ્રયોગોને, ચાલુ રાખે મનુસુતિ ? ધર્મ છે શ્રેષ્ઠ અહિંસા, તે માની સર્વ ચાલજે. એવી શીખ દઈ વિષે, સિધાવ્યા યુગવીર એ,
તેથી બન્યા પૂર્ણાભા ને જગના વિશ્વવંદ્ય તે. (પા. ૨૫૩) શ્રીકૃષ્ણ જ બારમા સકંધમાં કરેલી આગાહી પ્રમાણે બુદ્ધાવતારમાં ભગવાન બુદ્ધ અને મહાવીરે એ સંદેશ ફેલાવ્યો કે,
હણે ના પાપીને, દિગુણ બનશે પાપ જગનાં;
લડો પાપો સામે, અડગ દિલના ગુપ્ત બળથી. ગણરાજ્ય એ દિશામાં ચાલ્યાં ન ચાલ્યાં ત્યાં તે મહારાજે તેમને ગળી ગયાં. પચીસમી સદી પછી મહાત્મા ગાંધીએ આત્મબળથી અહિંસાના પ્રયોગ કરી ભારતને મુક્તિ તે અપાવી પણ એમની સત્ય-અહિંસાની સાધના માટે જે સાત્વિક વાતાવરણ જોઈએ તે ન રચાયું. તમોગુણ-સભર વિજ્ઞાન પ્રેમી પશ્ચિમે મહાસંહારક શસ્ત્રોથી આજે સૃષ્ટિનાશ ઊભો કર્યો છે અને રજોગુણરત ભારત સંપત્તિ ને સત્તાની સ્પર્ધામાં વીંખાઈ રહ્યું છે તે સમયે સત્ત્વ–સભર અહિંસક પ્રવેગ કરનાર અવતારી વિભુતિની પ્રકૃતિ રાહ જોઈ રહી છે કે જ્યારે કચ્છી પ્રગટે?
(ગ) કૃષ્ણનું વત્સલ કૃપાળું સ્વરૂપ સહી સંકટ પિતે જે, વિષે વાત્સલ્ય પાથરે;
સર્જે સુધાભર્યું વિશ્વ, કૃષ્ણ ઝેર બધાં પીને. (પા. ૩૩૧) અસુરોના કાળસ્વરૂપ, દુષ્ટોને દમનારા, પાપીઓના પ્રાણ લેનાર પ્રભુનું અસલ સ્વરૂપ તે કુસુમથી પણ કેમળ અને માખણથી પણ