________________
93
(ખ) ભગવાનને ધર્મસંદેશ ભગવાનનું જીવન જ સ્વયં સંદેશરૂપ હતું. એમની વ્રજવૃંદાવનની લીલાએ વ્રજને વૈકુંઠથી પણ રમણીય બનાવે તેવાં નીતિ, ધમ, ન્યાય ને અધ્યાત્મરણ-સભર કરી આદર્શ ગ્રામનું ચિત્ર રજૂ કર્યું હતું. દ્વારકામાં એમની હાજરીએ નિષ્પક્ષ ને ધર્મશાસનની પરંપરા વિકસાવી હતી અને તેનું સાતત્ય જોખમાતા પિતાની સાથે જ એમણે દ્વારકા અને દ્વારકાલીલાનું વિસર્જન કર્યું. યુધિષ્ઠિર દ્વારા એમણે ધર્મરાજ્યનું ઉદાહરણ ઊભું કરવા પ્રયત્ન કર્યો. વળી એમણે કુરુક્ષેત્રના યુદ્ધનમિતે અર્જુનને સર્વ વેદ-વેદાંત, ઉપનિષદ અને સર્વધર્મના સાર જેરી ગીતાનું જે દાન કર્યું તે જગતને શાશ્વત ધર્મને સંદેશો આપી રહે છે. એ જ રીતે યાદવોના સર્વનાશ વખતે ઓધવને બચાવી અગિયારમા સ્કંધમાં જે જ્ઞાનેપદેશ આપ્યો તે પણ શાશ્વત છે. ભાગવત જ્ઞાનીઓ, સંતો, ભક્તો અને તત્ત્વ, યોગીઓ અને વિભૂતિઓને સદાય માર્ગદર્શન આપતા ભગવાનને તે અક્ષરદેહ છે અને ભગવાન વ્યાસે એમાં ભગવાનનાં યશ, અશ્વર્ય, વીર્ય, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય ને ધર્માદિ વૈભવેનું વર્ણન કરી, એને જ શ્રીકૃષ્ણના અવતાર રૂપે પ્રગટ કર્યો તે પણ કૃષ્ણસંદેશ રૂપે જગતના જીવોને સદાય ભક્તિરસામૃત પાતો જ રહેવાને છે. ભગવાન સ્વધામ ગયા પછી દ્વારકાને વિનાશ, અજુનનું લૂંટાવું, યુધિષ્ઠિરાદિનું સ્વર્ગગમન વગેરે દ્વારા ભગવાને એ સંદેશ પણ આપ્યો કે ભલે દેશકાળ ને પરિસ્થિતિને કારણે હિંયાને માર્ગ લેવાઈ જાય તો પણ તે અંતે તો ધર્મ સ્થાપના માટે વિધનરૂપ નીવડે છે, કેમ કે જેવું સાધન વપરાય છે તે જ ચિત્તમાં સંસ્કાર ઊભો થાય છે. હિંસક યુદ્ધ જે કુસંસ્કાર ચિત્તમાં ઊભે કર્યો તેમાંથી અહિંસક સમાજ ખુદ ભગવાન પોતે પણ નિર્માણ કરી શક્યા નહીં. એ જ સૂચવે છે કે