________________
૬૭
તેને મિત્ર દંતવફત્ર મિત્રનું વેર લેવા એટલે જ કૃણ સામે ઊછળી ઊડ્યો. ભગવાનની ગદાનો તેની છાતી પર પ્રહાર થતાં તે ચત્તોપાટ પડયો ને તેનું કાળજુ ફાટી ગયું. તે લેહી એકતા ભગવાનમાં સમાઈ ગયો. એ જ રીતે ઘમંડી કરુષ કૂદી પડ્યો અને વિદુરથ પણ ઢાલ તલવાર લઈ ભગવાનને મારવા દોડ્યો. ભગવાને તેમને ધરાશાયી કરીને દ્વારકામાં પ્રવેશ કર્યો.
(ચ) શત્રુમંડળ અને અસુરદળસંહાર શ્રીકૃષ્ણ તેમના પુત્ર અને પીત્રાનો પરિવાર શૌર્ય, એશ્વર્ય અને પ્રભુએ સ્થાપેલાં મૂને વિકસાવવા ને વિસ્તારવા તેમ જ આસુરી બળાને પરાસ્ત કરી અસુર વિનાની ધરા બનાવવાના શ્રીકૃષ્ણકાર્યમાં નિષ્ઠાથી લાગી ગયા.
શંબરાસુરવધ રુકિમણીની કુખે કામદેવે પ્રદ્યુમ્નરૂપે જન્મ લીધો. તે જ્યારે દશ દિવસના હતા ત્યારે શંબરાસુર વેશ બદલી તેમનું અપહરણ કરી ગયો અને સમુદ્રમાં ફેંકી દીધા. સમુદ્રમાં તેમને મગરમચ્છ ગળી ગયો અને એ જ મૂછ માછીમારોથી પકડાઈ ગયો. એને એમણે શંબરાસુરને ભેટ આપે. એને તેણે રસોડામાં મોકલાવ્યો. તેને કાપતાં પ્રદ્યુમ્ન તેમાંથી નીકળ્યા. રસેઈયાએ દાસી માયાવતીને તે સંપ્યા. માયાવતીએ એમને ઉછેરી મેટા કર્યા અને બધા પ્રકારની માયાવિદ્યા શીખવી અને તેમની સાથે લગ્ન પણ કર્યું. છેવટે શંબરાસુરનો વધ કરી પ્રદ્યુમ્ન દ્વારકામાં પહોંચી ગયા. ઘણાં વર્ષ પછી પુત્ર પાછો મળતાં રુકિમણુજીનાં સ્તનેમાંથી દૂધ ઝરવા લાગ્યું અને સોના હર્ષને પાર ન રહ્યો.
રુકમીની હત્યા અને બલવધ પ્રઘુ ને પિતાના મામાની દીકરી રુકમવતીનું અપહરણ કર્યું.