________________
મોટા વિસ્તાર સાથે મૈત્રીસંબંધ સાધવા ઉપરાંત સૂર્ય, ચંદ્ર, કેસલ, વિદર્ભ જેવા વંશ વરચે સુમેળ કર્યો. સાથે સાથે આયેતર જાતિઓ સાથે લગ્નમેળ કરી આર્ય-આયેતરને એક કરવાની ભારતીય પ્રક્રિયાને ગતિશીલ બનાવી સમગ્ર ભારતને ભાવાત્મક ઐક્યથી એકરસ કર્યો. આ બધી પટરાણીએ તનમનથી પ્રભુને અનુસરતી હતી; તેમની છાયાની જેમ વર્તતી હતી. એથી એમનાં સ્વજન-પરિજન પણ દ્વારકેશને છાયાની જેમ અનુસરવા લાગ્યાં ને સૌ પ્રેમરસે રસાવા લાગ્યાં.
સર્વત્ર સર્વ ભાવમાં, છાયામાત્ર રહી કરી;
પતિદેવ તણું સાથે, ધર્મપત્ની જ તે ખરી. (પા. ૫૫૧) ભગવાને આમ પટરાણીઓને પિતાને પ્રણય આપીને સંતુષ્ટ કરી. પત્નીએ પણ પ્રભુની સમગ્રતા વિસ્તારવાના સકલ કાર્યમાં સાથ આપતી. આવા સૌભાગ્યવંતા સંસારની દેવે પણ ઈર્ષા કરતા. છતાં કૃષ્ણ સંસારમાં જરાય લેપાયા ન હતા. એમાં જ એમની યોગસિદ્ધિ રહેલી હતી.
સામાન્ય જીવની જેમ, લાગે જ્ઞાન વર્તતા;
કિત લેપાય ના જ્ઞાની, લેપાતા સવ અન્ય જ્યાં (પા. પપ૩) આ પ્રકારે નિર્લેપ રહીને સ્નેહના બંધને સૌને બાંધી ભગવાને એક બાજુથી નારીનું સ્વતંત્ર મૂલ સ્થાપ્યું અને બીજી બાજુથી માનવ માનવ વચ્ચે ભાવાત્મક એકતા સાધી.
(વ) અ૫હતા ઉદ્ધાર
(માલિની) નરક અસુર લાવ્ય, રાજકન્યા હજારો; હરણ કરી પરાણે, રાખી'તી જેલમાંહે; તરત શ્રી થતાં તે, મુગ્ધ હૈયાં થકી સો; પ્રણય સહિત કૃષ્ણ સત્પતિને વરી છે.
(પ. ૪૯૮)