________________
૩૭
(૨) યજ્ઞાથે જીવન સુધન્ય જે સ્ત્રી શુચિ ઊર્મિમગ્ન તે; નેહાળ હૈયું પ્રભુભકિત-લગ્ન છે. હૈયે બુઢા પુરુષ તકરક્ત જે;
છે ભક્તિ–હીણું પશુ-તુલ્ય મત્ય છે. (૫. ૩૯૭) એક વખત વેદવાદી બ્રાહ્મણે આંગિરસ યજ્ઞ કરી રહ્યા હતા. શાસ્ત્રાર્થ, અનુષ્ઠાન, તંત્રમંત્ર અને ક્રિયાકાંડમાં તેઓ પારંગત હતા. શુષ્ક જ્ઞાન અને બાહ્ય ક્રિયાથી તે દેવોને રિઝાવવા મથતા હતા, પણ તેઓએ તાર્કિક બુદ્ધિને આશ્રય લીધે હતે. બુદ્ધિના ઘમંડમાં તે યજ્ઞપુરુષને ઓળખી શકતા ન હતા. યજ્ઞપુરુષ પ્રભુ અને પ્રભુના સર્જનને ઓળખવા માટે બુદ્ધિ કરતાં હૃદય જ મેટું સાધન છે. સત્ય મગજમાં નહીં પણ હૃદયની ગૂઢ ગુફામાંથી જડે છે. તે વ્રજવાસ, ગોપીએ અને વ્રજ આસપાસની સ્ત્રીઓને સુલભ હતું. કર્મકાંડીઓ ને પંડિતોથી તે ઘણું દૂર હતું. તે સમજાવવા ભૂખ્યા ગોવાળિયાએને ભગવાને તે બ્રાહ્મણે પાસે મોકલ્યા. બ્રાહ્મણોએ તેમને કાકી, કાઢયા. તે યજ્ઞને જ અગ્નિ જોઈ શકતા હતા. ભૂખ્યાં માનવમ.ના જઠરાગ્નિને જાણવાનાં તેમનાં જ્ઞાનચક્ષુ ખૂયાં ન હતાં. એ પછી ભગવાને ગેવાળિયાઓને એ બ્રાહ્મણની પત્ની એની પાસે મોકલ્યા. તેઓ તો જાણતી હતી કે જીવનનું કાર્ય જ “કર સાહેબ કી બંદગી, ભૂખે કે અન્ન દે. એ જ એમને મન યજ્ઞકાર્ય હતું. તે માટે તે તેઓ જીવતી હતી. એટલે ગોવાળિયા તેમની પાસે ગયા કે તરત જ મીઠાં ભોજન લઈને જતે સોને જમાડવા આવી. પ્રેમથી સૌને જમાડ્યા ત્યારે ભગવાને કહ્યું છે કે બુદ્ધિ કે ક્રિયાકાંડ કરતાં ભાવના જ મુખ્ય છે. ભાવનાથી જ માણસ જીવનમુક્ત રહી બધા જીવોને ધર્મશાસનરસિયા કરવા, લોકહિતાર્થે પવિત્ર જીવન જીવી, પ્રભુ, પરાર્થે, પરમાથે યજ્ઞમય જીવન જીવી કૃતકૃત્ય થાય છે. ગોવાળિયા