________________
૩
૨
આત્મા સાથે મિલન ઝંખીએ છીએ.” ભગવાનથી કાંઈ આ અજાણ્યું હોય ? એથી જ્યારે તે યમુનાતીર વ મુકીને ગોપીઓ સ્નાન કરતી હતી ત્યારે ભગવાન તેમનાં વસ્ત્ર ઊંચકી કદંબવૃક્ષ પર ચઢી ગયા. સાચા ભકતો ભકિતમાં ખરેખર દેહભાન ભૂલી જાય છે. નરસિંહને હાથ સળગી ગયો છતાં પણ ભગવદ્ગલીલાનાં દર્શનમાં એનું એને ભાન પણ ન રહ્યું. દેહ પણ વસ્ત્ર છે અને સાચા ભક્તને ભગવાન દેહથી ઊંચે ઉઠાવવા એના દેહાધ્યાસનું હરણ કરે છે. જ્યાં દેહથી પિતાને ભિન્ન જુએ છે ત્યાં શું સ્ત્રી કે શું પુરુષ ? નર-નારીભાવ ચાલ્યો જાય છે, પિતાનાં વસ્ત્ર લેવા ગોપીઓ જેમ જેમ શ્રીકૃષ્ણ ભણું જાય છે તેમ તેમ શ્રીકૃષ્ણ જેમ પુરુષ દેહે જગતપિતા તરીકે દેખાય છે તેમ સ્ત્રીદેહે જગત જનેતા ભગવતી સ્વરૂપે પણ દેખાયા. કૃષ્ણનું શુદ્ધ ચેતન્ય સ્વરૂપ જોતાં પતિ પણ દેહ અને નામરૂપથી પર છે તેમ તે બધી અનુભવવા લાગી અને ભયરહિત તે બની ગઈ. કેવળ સ્થૂળ શરીર તે ઠીક પણ સમ શરીરમાંય જે સારા થવા કરતાં સારા દેખાવાના ભાવ હતા તે વિલય પામ્યા. એની સાથે જ ડાળ, દંભ, કપટ, અસત્ તો પિબારા જ ગણું ગયાં. આમ પ્રભુએ અશરીરી પર ઓઢેલા ધૂળ અને સૂક્ષ્મ શરીરરૂપી વસ્ત્ર જેને દેહાધ્યાસ કહે છે તેનું હરણ કર્યું અને પી. ઓને કહ્યું : “હવે તમારી કામનાઓ અને સંસારી વાસનાઓ બળી ચૂકી છે. તમને સર્વાત્મ ચૈતન્યનો સ્પર્શ થઈ ચૂક્યો છે એટલે તમારું આંતરમન ભગવાનમય બની ગયું છે. હવે બધા કામ પહેલાંની જેમ કર્યા કરે. સંસારમાં ભલે રહે પણ મન મારી પાસે રાખશે તેથી તમે સંસારથી લેપાશે નહીં. આમ દેહાધ્યાસ છૂટી જતાં ગોપાંગનાઓની વાસનાઓ પણ છૂટી ગઈ. દેહભાવ જ જ્યાં ન હોય ત્યાં દેહની વાસના ન જ હોય.
“મે ગોપાંગના સવેર, ઉત્કૃષ્ટ ભાવથી પતિ, રૂપેય માની શ્રીકૃષ્ણ, વાસનાક્ષય પામતી.” (પા. ૩૯૧)