________________
બલરામને એકરાર અને બલ્વલ વધા
અનુષ્ટ્રપ જે થાયે ભૂલ પિતાની, રાગે અખંડ જાગૃતિ; તે તે કબૂલી લે મેટા, જેથી મેટાઈ શેભતી. ૧ શક્તિ વચ્ચે પ્રજા પડે, એવું વલણ દૈત્યનું તેથી જ તેમની શક્તિ, પરાણે ખૂચવે પ્રભુ. ૨ કુમર્યો પશુઓ દૈત્યે, જ્યારે તે થાય એકઠાં, ત્યારે લોકે કિજે સંતે, એકત્રિત ઘટે થવાં. ૩ તે કાયમી ટકે વિવે, શાંતિ ને સમતોલતા
તે સત્ય અહિંસા ને, ફરકે ધર્મની ધજા ૪
પરીક્ષિત ! એક વાર બલરામજીએ સાંભળ્યું કે, અંદરખાનેથી કૌરવ પોતાના પિતરાઈ ભાઈ પાંડવો પર યુદ્ધ લાદવા માગે છે. એટલે તેઓ તીર્થયાત્રાને બહાને દ્વારિકાપુરી છોડીને નીકળી પડ્યા. એમણે ત્યાંથી નીકળી પ્રભાસતીર્થમાં સ્નાન કર્યું તથા બ્રહ્મભજન દ્વારા દેવ, ઋષિઓ, પિતૃઓ અને માનવોને પૂજા, શ્રદ્ધા અને દાનથી તૃપ્ત કરી દીધા. પછી કેટલાક બ્રાહ્મણને સાથે લઈ તેઓ સરસ્વતી નદીને કાંઠે તીર્થાટન કરવા ગયા અને પછી ગંગા-યમુનાનાં પણ મહત્ત્વનાં તીર્થો કરી લીધાં, એમ ફરતા ફરતા નૈમિષારણ્ય ક્ષેત્રમાં પહોંચ્યા, કારણ કે તે દિવસોમાં ત્યાં મોટામેટા ઋષિમુનિઓ સત્સંગ ને યજ્ઞ કરતા હતા. જેવા બલરામને દીઠા કે તરત તેઓ સૌએ ભગવદેશ બલરામજીનું વંદન, અભિવાદન અને સ્વાગત કર્યું. જ્યારે ત્યાં વ્યાસ ભગવાનની ગાદી ઉપર સૂતજાતિના રોમહર્ષણને બેઠેલા