________________
પ૩૭
એમ બેલા ચૂરા થયા જાને
દ્વારિકાપુરી આવી પહોંચ્યા અને આ જોયું કે તરત દારૂક સારથિને પિતાને રથ ત્યાં લઈ જવા કહ્યું. એણે તેમ જ કર્યું. શાવ તે માયાવી હતી જ. ભગવાન પાસે ફરિયાદ આવી કે શાદવ વસુદેવજીને ઉપાડી ગયો છે. ત્યાં જ શાવે વસુદેવજીને દેખાડ્યા અને તેમનું માથું કાપી લીધું. ભગવાન કૃષ્ણ જોતજોતામાં આ શું બન્યું, તે જોયું; પણ ત્યાં તે ખ્યાલ આવી ગયો કે ન એ પિતા વસુદેવ છે ને ત્યાં કોઈ ફરિયાદી માનવી છે. આ તો બધી શાવની જ માયાજાળ છે. છેવટે ભગવાન શ્રીકૃષ્ણજીને હાથે શાશ્વ માર્યો ગયે, વિમાનના ચૂરેચૂરા થયા અને તેના સૈનિકે “હાય હાય મરી ગયા” એમ બેલી ભાગવા લાગ્યા.
ત્યાં તો દંતવકત્ર જેવા શિશુપાલના બીજા મિત્ર રાજાઓ એમની મદદે આવી પહોંચ્યા.
“સાંભળ સજન! પરીક્ષિતજી ! શિશુપાલ, શાવ અને પ ક સાથે રાજવી દંતવકત્રની ઘનિષ્ઠ દસ્તી હતી. એ સમજતો હતો કે મારા આ બધા બળવાન સાથી રાજા હતા. પરંતુ ભગવાન કૃષ્ણ આગળ તે તેઓ સાવ વામણું થઈ માટીમાં મળી ગયા, ત્યાં મારું શું ગજુ ? પરંતુ મિથ્યા માન, માનવીને સાવ ભુલાવી નાખે છે! આથી ઉદંડ બની તે એટલે યુદ્ધભૂમિ પર આવી લાગ્યો. તેને જોતાં વાર જ ભગવાન કૃષ્ણ હાથમાં ગદા લઈને રથ પરથી કુદી પડયા. અને ચાલતાં ચાલતાં ધરતીને ધ્રુજાવતા સમુદ્રતટની ભૂમિ જેમ દરિયામાં આવતી ભરતી ત્યાં ને ત્યાં શમકે , . . .. એ દંતવકત્ર જેવા સમર્થ રાજવીને આગળ ન વધવા દીધો, ત્યાં ને ત્યાં રેકી રાખે.
ઘમંડના નશામાં ચકચૂર એવા એ કરુષ નરેશે ભગવાન કૃષ્ણ સામે જોરથી ગદા તાણ અને બલવું શરૂ કર્યું: “આજે મને ખૂબ -આનંદ થાય છે. કે, તું મારી નજરે આવી ગયો. અલબત્ત મારે તને