________________
૫૩૩
રાજા પરીક્ષિતજીએ પૂછ્યું: “ભગવન્! ધર્મરાજ યુધિષ્ઠિરને યોત્સવ નીરખી નિરખી મનુષ્ય, રાજાઓ, ઋષિઓ, મુનિઓ અને દેવે વગેરે સૌ ખુશખુશ થઈ ગયા; તે પછી એકમાત્ર દુર્યોધનને જ તે થાત્સવથી દુઃખ કેમ થયું ? આખરે તે સગે તો હતા જ અને માનવ તો છેવટે હતો જ, તો તેને આમ ન થવું જોઈએ, છતાં પણ થયું. તે એનું મૂળ કારણ કૃપા કરીને આપ કહા...'
બ્રહ્મચારી શુકદેવજીએ કહ્યું : “...પરીક્ષિત ! માનવ–માનવમાં આકાશપાતાળ જેટલો ફેર હોઈ શકે છે. એક નરકમાં જવાના જ ધંધા કરતો હોય છે તે વળી એક સ્વર્ગે જવાનાં શુભ કર્મો જ કરતો હોય છે. ધર્મરાજ યુધિષ્ઠિર જેવો માનવી તો અશુભ કર્મને અડે જ નહીં. એટલું જ નહીં, બલકે શુભમાં પણ રાચી ન રહે અને મેક્ષ જેવા મહાલયે પહોંચવા સીધા તૈયાર હોય એવું સહેજે હોય છે. એ દષ્ટિએ જોઈએ તે દુર્યોધન ભલે માણસ હોય પણ સાવ છેલ્લી કેટીની પ્રકૃતિવાળો હતે. એટલે જેમ જેમ ધર્મરાજ યુધિષ્ઠિરની ચઢતી જેતે ગયે, તેમ તેમ વધુ ને વધુ ઈર્ષાના વમળમાં ઘેરાતે ગયે અને એને એમ થતું ગયું કે હું ભલે ગમે તેટલા દુખી થાઉં, પરંતુ આ યુધિષ્ઠિરનું વધી રહેલું સુખ હું સાંખી નહીં જ શકું. આ શ્રીકૃષ્ણ પણ એને જ મહત્વ શા માટે આટલું બધું આપે છે? શું અમે માણસ નથી ? અરે ! માણસ તો છીએ, એટલું જ નહીં પણ આગલી હરોળની કીર્તિવાળા માણસ છીએ, અમારા કોરના પક્ષમાં સમાજના મોટામેટા આચાર્યો છે, વડલો છે. દા. ત. દ્રોણાચાર્યજી, ભીષ્મદાદા અને કૃપાચાર્ય વગેરે. છતાં યુધિષ્ઠિર પણ અમને કાંઈ જ ગણતા નથી. ભલે મોટા ભાઈ છે, પણ તેથી શું થયું ? અને આ ગેવાળિયે કૃષ્ણ તો જાણું ફાટીને ફે જ થઈ ગયો છે! એટલે આ બન્નેને પણ ખબર પાડી દઉં કે, જુઓ મારામાં પણ તાકાત તે છે જ. માત્ર હું અત્યાર સુધી બે લો