________________
૫૩૨
મિત્ર નરપતિઓ ત્યાંથી પિોબારા ગણવા લાગી ગયા. શિશુપાલના હદયમાંનું તેજ બધાંના દેખતાં નીકળીને ભગવાન કૃષ્ણમાં ભળી ગયું. અરે ! શિશુપાલ ભગવાનને પાર્ષદ (પખિય) બની ગયે. વેરી જ ખુદ ભગવાનમાં ભળી ગયે! આ રીતે શિશુપાલના ભગવાન સાથેના મુકાબલામાં પણ ભાવ ઊંચા જ રહ્યા, તો ઊંચા ભાવનું ફળ ઊંચું જ આવ્યું. આ પ્રમાણે ધર્મરાજ યુધિષ્ઠરને રાજસૂય યજ્ઞ સારી રીતે સફળ થયો. ભગવાન કૃષ્ણ આ મંગલ અવસર પત્યા પછી મિત્રોને હેરાને કારણે થોડા દિવસે ત્યાં રહ્યા અને પછી સપરિવાર દ્વારિકા ભણે ગયા, સૌને આનંદ થયે છતાં દુર્યોધનને આનંદ ન થયો તે ન જ થશે ! આ પ્રસંગને લક્ષમાં રાખી જે ભગવાનનું કીર્તન કરશે તે જરૂરપાપમુક્ત થશે.”
ઇર્ષ્યા આગમાં બળતા દુર્યોધનની હાંસી
બીજાનું સારું ન સાંખી શકે છે, બૂરું પોતાનું જે ન પારખે તે બની અસુરો વળી વિશ્વ કેરું; બૂરું પોતાનું કરે એ ઘણેરું, ૧
અનુષ્ટ્રપ છે મયં દેહ પામે તે, ધંધા નરકના કરે, કરી અધર્મને હસે, સંસારચકમાં પડે. ૨ હાંસી-મજાક છે બેટી, છતાં જે મત્ય આચરે, તેનાં કુફળ ચાખે છે, વેલાં–મોડાંય તે ખરે. ૩