________________
જતી વખતે નાગપત્નીઓએ આનંદસભર થઈ કૃષ્ણની પૂજા કરી. કાળીનાગને સપરિવાર જતા જોઈને વ્રજવાસી અને કનૈયાનું એમ સૌનાં હૈયાં આનંદથી ભરાઈ ગયાં. યશોદાજીએ લાલાને હૃદય સાથે ચાં; પણ નાગતરફ મંડળ તે આ એશ્વર્ય જોઈને ઈર્ષાની આગથી ધગધગવા લાગ્યું.
પ્રલંબાસુરવધ ભય અને પ્રલેભાને જીતવાની કળા શ્રીકૃષ્ણ ગોવાળિયાઓને શીખવી રહ્યા હતા. ભય જેમ જેમ જિતાતો જતો હતો તેમ તેમ કંસની સેનામાં ખળભળાટ મચતા હતા. પ્રલંબાસુરથી ન રહેવાયું એટલે કૃષ્ણ–બલરામનું અપહરણ કરવા વૃંદાવન દોડી આવશે. જ્યારે પ્રમાદ સાધકની આત્મસ્મૃતિનું હરણ કરે છે ત્યારે જ ભય ને પ્રલોભનેની કારી ફાવે છે. પ્રમાદ, અજાગૃતિ અને અસાવધાનતા માનવને કામ, ક્રોધ અને લાભના વમળમાં તાણું જઈ તેની માનવતાને જ ગૂંગળાવી નાખી મારી નાખે છે. એટલે ભગવાન પ્રમાદના માયાવી રૂપવાળા પ્રલંબને ઝટ ઓળખી ગયા ને બલભદ્રને ઈશારો કર્યો. પ્રલંબ બાળરમતમાં ભળીને બાળસાધકનું અપહરણ કરતે. તેમ બલરામને પણ ખભે લઈને દોડવા લાગ્યો. બલભદ્ર તેનું છળ પારખી ગયા. એમણે એના માથા પર એવો તે ઘુમે માર્યો કે પ્રલંબાસુર પ્રાણહીન થઈ પૃથ્વી પર પડયો. ભગવાને ગોવાળિયાઓને પ્રમાદનું છળ સમજાવી કહ્યું :
છળે તે જ ઝળાઈને, અંતે રિબાઈને મરે; માટે સરળ ને શુદ્ધ, બની સૌ ધર્મ આચરે. (પા. ૩૮૬)
બે વાર અગ્નિપાન કાળીનાગ નાથવાના અને પ્રલંબાસુરના મરણના પરિણામે દર ને મત્સરને મહા અગ્નિ પ્રગટી નીકળ્યો. તેમાં વાળ અને ગાયો