________________
પર૮
વાતા પૂર્વપૂરી સંવાદી છે ! કારણ કે, નાનું બાળક પણુએ તે જાણે જ છે કે, રાજસૂય યજ્ઞ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે દરે દિશાએથી પૂર્ણપણે વિજય પ્રાપ્ત થયેા હાય ! આથી શરણાગતવસલધર્મ મુજબ જરાસ ધની જેલમાંથી રાખએને મુક્ત કરવા જરૂરી છે. એટલે જરાસંધ રાજવીને જીતી લેવા, એ પ્રથમ ભાખત છે, એને લીધે બન્ને કામ ઃ ૧. રાજસૂય યજ્ઞ અને ૨, રાજઐની મુક્તિ એકસાથે પૂરાં થઈ જાય. વળી જરાસંધને જીવતા એ કાંઈ બાળકના ખેલ ના. હજાર હાથીઆના જેટલું એનામાં જોમ છે, છતાં જરાસંધ પર એકલાથે આપણા પાંડવામાં ભીમસેન વિજય મેળવી શકે તેમ છે, કારણ ભીમસેન પણ તેને માટે શેરને માથે સવાશેર જેવા છે. એ બન્ને વીરા પરસ્પર દ્વંદ્વ યુદ્ધ કરે તે નિર્દોષ માણુસા બધાં જ ઊગરી જાય. એટલે ખુદ ભીમસેન જ બ્રાહ્મણવેશ ધરી તેની પાસે જઈ દૂ યુદ્ધની માગણી કરે તે ત્યાં જરાસંધ તૈયાર જરૂર થઈ જશે. અને મને તે પૂરી ખાતરી છે કે આપની હાજરીમાં જો આ બન્નેનું યુદ્ધ થશે તે! ભીમસેન અને ત્યાં ને ત્યાં મારીને વિજય પામશે. મતલબ, જરાસંધને વધ તે થશે આપની હાજરીને કારણે આપની શક્તિથી જ, પણ યશ ખાટી જશે ભીમસેન, કેમ કે આમ નિમિત્ત ભીમસેન જ થવાને. માટે આપ ઇંદ્રપ્રસ્થ જ પધારો.’
શુકદેવજી કહે છે: આમ, પરીક્ષિત ! ઉદ્દવની સલાહ સચેટ અને નિર્દોષ પડી ! આ સલાહનું ખુદ દેવર્ષ ન!ર૬ સહિત સૌએ સ્વાગત કર્યું. ખુદ ભગવાન કૃષ્ણને પણ આ ગમ્યું, ભગવાન કૃષ્ણે માતા–પિતા દેવકી-વસુદેવ તથા છતર વડીલેાના આશીર્વાદ પામી રાણીએ, સંતાન વગેરે સૌ સાથે તૈયાર થઈ ઇંદ્રપ્રસ્થ જવા તૈયારી કરી. દારુક સારથિ થ લાવ્યા. તે પર ભગવાન જાતે આરૂઢ થઈ ગયા અને એની પાછળ વાજતે ગાજતે આ બધાં ચાલ્યાં. દેવર્ષ નારદે ભગવાનને મનેમન પ્રભુમીને ગગનપ્રયાણું આવ્યું... ભગવાને