________________
૫૧૦
ક્ષિત ! શિવ-કૃષ્ણના આ ધમસાણભર્યા યુદ્ધની અને એમાં મળેલા કૃષ્ણ–વિજયની કથા જે સવારમાં ઊઠી નિત નિત સંભારશે તે ભક્ત જીવનમાં કદી પણ પરાજય પામશે જ નહીં !
નૃગરાજ ચરિત્ર
અનુષ્ણુપ સંત ને સેવકે ભેળા, થઈ અધ્યાત્મલક્ષ્યથી; દોરે ભેળી પ્રજાઓને, તે વિશ્વશાંતિ કાયમી. ૧ તેથી એ બેઉની રક્ષા ને પૂજા ક્ષત્રિય કરે, તેવાઓને સદા સત્તાસ્થાને રાખે પ્રભુ ખરે. ૨ સલક્ષી આર્યભૂમિ જ્યાં શીતષ્ણુ સમ વર્તતાં; એવા ભારતમાં બ્રહ્મચારી શુક જ જન્મતા. ૩
બ્રહ્મચારી શુકદેવજી કહે છેઃ “પ્રિય પરીક્ષિત ! એક દિવસ સાબ, પ્રદ્યુમ્ન આદિ યદુવંશી કુમાર ઉપવનમાં રમવા ગયેલા. ત્યાં તેઓને સૌને બહુ તરસ લાગી. જળની શોધ કરતાં એક વિશાળ કુવો તો દીઠે પરંતુ તેમાં પણ નહોતું અને છતાં એક પર્વત જેવડું કાઈ જળચર પ્રાણી એમાં હતું. એને જોઈ તે રાજકુમારે આશ્ચર્ય પામ્યા. તેમણે દયાથી પ્રેરાઈ ચામડા અને સૂતરના દોરડાંઓથી બાંધીને તે જલચરને બહાર કાઢવા પ્રયત્ન કર્યા પણ તે જલચર પ્રાણી નીકળી ન શકર્યું. ભગવાન કૃષ્ણ આગળ આ આશ્ચર્યકારક વાત પહોંચી ગઈ ! તેઓ ખુદ જતે તે સ્થળ પર પધાર્યા અને જોતજોતામાં તેઓએ માત્ર પોતાના સ્પર્શથી તે જલચર પ્રાણીને