________________
૫૦૮ એવી આપ કૃપા કરે.” શંકર ભગવાને કહ્યું: “મૂખ, માગી માગીને તે આ વરદાન માગ્યું ! તો જ તારી ધજા તૂટશે ત્યારે મારા જેવો બળવાન બાબરિયો મળશે અને તારા અભિમાનના ચૂરેચૂરા કરી નાખશે.
હવે બન્યું એવું કે એ બાણાસુરની એકની એક ઉષા નામના કન્યા હતી. એક દિવસ સ્વપ્નમાં જ ઉજાએ પરમ સુંદર એવા ભગવાન કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધજી સાથે પોતાના પતિરૂપે જાણે પોતાનો સમાગમ થયો છે એમ અનુભવ્યું અને એકાએક બેલી પડીઃ “અરે! તમને હું પૂરેપૂરી ભેટી લઉં તે પહેલાં તો તમને મારી પાસેથી કોઈ છીનવી ગયું ! મારા રસનિધિ ! તમે ક્યાં ગયા ? ક્યાં ગયા ?”
જ્યાં જાગી ત્યાં તો એના પિતાશ્રીના મંત્રીની પુત્રી ચિત્રલેખા વગેરે સખીઓને જોઈ અત્યંત લજજાશીલ બની ગઈ. પરંતુ એ ઉષાની લજજા છેડાવી સામેથી ચિત્રલેખાએ જ માગણી કરી : “સખિ ! મારાથી જરાય શરમાઈશ નહીં. ભલે અત્યારે તે એ પરમ સુંદર પુરુષ તને સ્વપ્નમાં મળ્યા ન મળ્યા અને વિખૂટા પડી ગયા, પણ પ્રભુકૃપાએ મારી પાસે એવી સિદ્ધિમય શક્તિ છે કે તું મને આ પરમ સુંદર પુરુષોની મારા આગળની છબીઓ જોઈ તે પૈકીને તારો કાઈ સલૂણો પુરુષ હોય તો તે મને તરત કહી દે ! એ છબીઓ પૈકી ભગવાન કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધની છબી ઉષાએ જોઈ અને તુરત બોલી ઊઠી : “અહો, મારી પ્રિય સખિ ! બસ આ જ મારો પ્રાણુવલ્લભ છે, જેને મેં સ્વપ્નમાં દીઠે અને જેના વિના મારું જીવ્યું અને હવે વૃથા જ લાગે છે. ચિત્રલેખાએ દિલાસે દીધે ઃ બસ, એ સુદરવરને આજની રાત્રિ વીતે તે પહેલાં લાવીને તુરત તારી પાસે જ હાજર કરી દઉં છું.” આ સાંભળી ઉષા તો રાજીરાજી થઈ ગઈ.
હવે રાત્રિએ ઉષાને ઊંઘ આવે જ ક્યાંથી ? એ તો જાગતી