________________
ઉષા–અનિરુદ્ધ ગાંધર્વવિવાહ દુષ્ટબલ વધે ત્યારે, મદાંધતાય વધશે; કઈ ને કઈ રીતે ત્યાં, સંતાનપીડા આવશે. ૧ તે નિમિત્તે જશે નકકી, સર્વાગીણ મદાંધતા; નમવું પડશે ત્યાં તે, જ્યાં સંપૂર્ણ નમ્રતા. ૨ લાધે સ્વપ્ન છતાં પ્રીતિ, જે હાયે સત્ય કાયમી તે ઝંઝાવાતથી ઝાંખી, તે કદી પડતી નથી. ૩
રાજા પરીક્ષિતજીએ શુકદેવજીને પૂછયું : “મહાગ સંપન્ન મુનીશ્વરજી ! અનિરુહજીએ બાણાસુરની લાવણ્યમયી પુત્રી ઉષા સાથે લગ્ન કર્યા, એ પ્રસંગને અનુલક્ષી ભગવાન શ્રીકૃષ્ણ અને શંકરજીનું ઘમસાણ યુદ્ધ થયેલું. આવી વાત જ્યારે જાણવામાં આવી ત્યારે મને ભારે નવાઈ લાગી. તો આ બાબતમાં આપ કૃપા કરીને જરા વિગતથી કહો.”
એમ પૂછનાર પરીક્ષિતજીને ઉદ્દેશીને બ્રહ્મચારી શુકદેવજી વદ્યા : “વહાલા પરીક્ષિતજી ! મહાત્મા બલિ કે જેમણે વામનવેશધારી ભગવાનને આખી પૃથ્વીનું દાન કરેલું, તે મશહૂર કથા તો તમે જાણે જ છે. એ જ બલિના સૌથી મોટા પુત્રનું નામ બાણાસુર. તે મહાન શિવભક્ત હતા. તે રમણીય એવી શેણિતપુરીમાં રાજ્ય કરતા હતા તે વખતે તાંડવ નૃત્ય કરતા શંકર ભગવાનને તેણે રાજા છતાં વિવિધ વાદ્ય વગાડી પ્રસન્ન કરેલા. એકદા એણે ગુમાનમાં આવી શિવજીને વિનવ્યું : “દિગ્ગજો પણ મારાથી ડરીને ભાગે છે ! હું પથ્થરને પણ ચૂરેચૂરા કરી નાખું છું. મારા હાથને ખજવાળ થાય છે કે મને કઈ બરોબરિયો મળ્યા જ નથી. તે મને બરોબરિયો મળી રહે