________________
૪૯૫
પતિ બનાવવા ઇચ્છતી નથી. મારું નામ કાલિંદી છે. મારા પિતાશ્રીએ આ યમુનાના જળમાં એક સુંદર મકાન મને બનાવી આપ્યું છે, જ્યાં લગી હું ભગવાનને નહીં જોઉ ત્યાં લગી અહી એ મકાનમાં જ રહીશ.' અર્જુને જઈને ભગવાન કૃષ્ણને આ બધી વાતો વિગતથી તરત સંભળાવી. એટલે ભગવાન કૃષ્ણે તરત સૂર્યપુત્રી કાલિંદીને પેાતાની સાથે રથમાં બેસાડી દીધી અતે ધર્મરાજ પાસે આવ્યા. પાંડવેાની ઇચ્છાથી ભગવાને તેમને (પાંડવાને) વિશ્વકર્મા દ્વારા અદ્ભુત નગર બનાવી આપ્યું. અગ્નિદેવને ખાંડવ વન અપાવ્યું, અને મય નામે દાનવને ભળતા બચાવ્યા. તેથી તે પશુ મિત્ર બન્યા. અને અગ્નિએ પણ ઊંચા પ્રકારનાં આયુધ અને કવચ વગેરે આપ્યું અને મય દાનવે પાંડવ-મહાસભા રચી દીધી. પછી ભગવાન કૃષ્ણે દ્વારિકા જઈ સના સંતાષ માટે કાલિન્દી સાથે લગ્ન કરી નાખ્યાં.
સક્ષત્રિયતા ને પાણિગ્રહણ
ઉપતિ
ન
લાલચેામાં લપટાવું કા' દિ, ન ચાચવું કે વળી પ્રાણ હામી; સૌ મત્ય ને ગાદ્વિજ રક્ષનારી, છે એવી સત્ ક્ષત્રિયતા રૂપાળી, ૧
અનુષ્ટુપ
સવ જગપ્રજા મધ્યે, આવું ખમીર પિયું; તેથી શ્રીકૃષ્ણને સાચુ, જગન્નાથપણું મળ્યું.