________________
૪૯૪
મમતાભર્યો ને રાખી તમોએ જયારથી જાત-સમાચાર મંગાવવા ભાઈ અરજીને ઠેઠ અહીં લગી મેકલ્યા, ત્યારથી જ અમારાં તે પ્રેય–શ્રેય બને પૂરેપૂરાં સધાઈ જ ગયાં ! અમને સ્પષ્ટ ખ્યાલ આભે કે, અમે એકલાં કે અનાથ નથી. જોકે આમ તે તમે સૌના જ છો પણ અમારે તમારા પર અને તમારે અમારા પર અતિશય સદ્દભાવ અને મીઠો મધુરો ભાવ છે, તેથી અમોને જરા વધુ પોતાપણું લાગે છે!” તરત ધર્મરાજજી બોલ્યા : “સર્વેશ્વર એવા શ્રીકૃષ્ણજી ! અમે પૂર્વજન્મમાં તથા આ જન્મમાં કેટલાં સુકૃત્યે કર્યા છે એની અમને ખબર નથી. પણ મેટા મોટા યોગીશ્વરને ઘણું ઘણું કઠિન તપ:સાધનાથી માંડ માંડ મળે તેવા ખુદ ભગવાન આપ જાતે અમારે ઘેર પરિશ્રમપૂર્વક પધારી અમને દર્શન આપે છે તેથી ખરેખર લાગે છે કે આમાં અમારી કોઈ વિશેષતા નથી, આપની પોતાની જ અહેતુકી કૃપા છે ! હવે જયારે મહાકષ્ટ ઉઠાવી આપ સ્વયં પધાર્યા જ છે, તો થોડા દિવસ શાન્તિથી અહીં રહી જ જાઓ !” સભાગ્યે આ એમની હાર્દિક વિનંતિનો સ્વીકાર કરી ચોમાસાના ચાર માસ શ્રીકૃષ્ણ સુખપૂર્વક ઇન્દ્રપ્રસ્થમાં રહી જ ગયા.
એક વખત તેઓ અજુન સાથે અરણ્યમાં ફરતા ફરતા યમુનાતીરે આવી પહોંચ્યા, હાથ-પગ ધોયા તથા નિર્મલ જલ પીધું અને જુએ તે યમુનાતીરે તપ કરી રહેલી એક અંગ-પ્રત્ય ગે સર્વાગ સુંદર એવી કન્યા દીઠી. ભગવાન કૃષ્ણ સખા અજુનને તેના ખબર પૂછવા મેક. અને ઓળખાણ કર્યા પછી આસ્તક રહીને પૂછ્યું : “હે કળે ! હે સુંદરી ? તું તારે માટે ગ્ય એવા પતિની શોધમાં છે, એવું લાગે છે ખરું ને ?” તરત તે કાલિન્દી બેલી : “હું પ્રત્યક્ષ ભગવાન સૂર્યનું સંતાન છું અને સર્વશ્રેષ્ઠ વરદાની ખુદ ભગવાન વિષ્ણુને જ પતિભાવે વરવા ઇચ્છું . માટે જ આ કઠેર તપ કરી રહી છું. કઠણ તપ વિના એ માત્ર ભાવનાથી ખુદ ભગવાન કયાંથી મળે ? વીર અર્જુન ! તેમના વિના બીજા કોઈને હું મારા