________________
૪૭૨
ભાવ તે અત્યંતપણે ભગવાન કૃષ્ણ પ્રત્યે હતે જ, આથી સોનામાં સુગંધ ભળી ચૂકી, તે પ્રૌઢ બ્રાહ્મણ આ રાજકુમારી રુકિમણને અંગત સંદેશ લઈને સીધેસીધે દ્વારિકાનગરીમાં ગયે અને મંગલમય પ્રવેશ કર્યો.
જેવો એ પ્રૌઢ બ્રાહ્મણને દ્વારપાલ ભગવાન કૃષ્ણ પાસે લઈ ગયો કે તરત તેઓ એ ભૂદેવને નીરખતાં જ સેનાને સિંહાસન પરથી ઊઠી તરત ઊભા થઈ એ સિંહાસન પર બેસાડી, એવી રીતે પૂજા કીધી કે જેવી રીતે દેવકે ભગવાનની ખુદની કરે છે.
આ રીતે આદરસત્કાર કર્યો, કુશલ-પ્રશ્નો પૂછયા અને આ ભૂદેવનાં ચરણને પિતાના કમળ મધુર હાથથી સુંવાળે સ્પર્શ કરતા શાન્તભાવથી પૂછવા લાગ્યા : “અહા, બ્રાહ્મણ દેવતા! આપ છે તે કુશળ ને ? આપને આપના પૂર્વજ ઋષિમુનિઓના પંથમાં રહેતાં કશી મુસીબત તે નથી વેઠવી પડતી ને ? છે, એટલું ખરું કે ભુદેવને જે સંતોષનું ધન ન હોય તે તેની દશા સૌથી બૂરી સહેજે થાય છે. જ્યાં સંગ્રહ–પરિગ્રહની વૃત્તિ પેદા થઈ કે પછી તે દેવેન્દ્રની સમૃદ્ધિ મળે તોય તૃષ્ણની જવાળાથી હૈયું પીડિત થવાનું જ. દેવેન્દ્રોની પણ જુઓ ને, કેવી કરુણ દશા છે ! કામનાને લીધે તે માર્યા માર્યા ભટક્યા કરે છે પણ જ્યાં સંતોષધન છે ત્યાં આનંદ આનંદ છે, સુખનિદ્રા છે. જે મળે, તેથી તૃપ્ત રહી પ્રસન્ન પ્રસન્ન રહ્યાં કરે છે. આથી જ હું આપ જેવા ભદેવ ભક્તોને દાસાનુદાસ સહેજે બની જઉં છું. આપ જે વિદર્ભ પ્રદેશથી આવો છે, ત્યાંના રાજાજી બરાબર રાજધર્મ પાળે છે ને? ત્યાંની પ્રજા પરિપૂર્ણપણે સુખી છે ને? આપનું આટલે બધે દૂર શા કારણે આવવાનું થયું ?” તરત જ ભૂદેવે પિતાની અસલી વાત શરૂ કરતાં પહેલાં રુકિમણીને જ સંદેશો ભગવાન કૃષ્ણને પહેલાં આપવા માંડ્યો...”