________________
૪૬૯
ફરી ફરીને એવે તા નવે નવ રસ મળી રહે છે કે સાંભળવાથી તૃપ્તિ થતી જ નથી ! તેા પછી રુકિમણીજી સાથે કૃષ્ણના લગ્નમાંના આ રાક્ષસંધિથી ગાંધવિવાહનું ખાસ રહસ્ય હાવું જ જોઈએ. હું આપની પાસે તે જરા વધુ વિગતથી સાંભળવા ઇચ્છું છું. આ સાંભળીને શુકદેવજીએ કહ્યું : “હું; પરીક્ષિતજી! એ લગ્નની પાછળ વિશુદ્ધ પ્રણયને અને નર-નારીની હાર્દિક એકતાને! તેમ જ ભગવાન કૃષ્ણ તથા એમના વડીલ બલરામજીને એવા તા રહસ્યપૂર્ણ અને સજ્જન-ગુઽસ્થના ઇતિહાસ છે કે જે સાંભળવા માત્રથી પણ પરમ પરગજુપણું, વીરત્વ અને ખાનદાનપણાની ત્રિવેણીનેા ભવ્ય પરિચય થયા વિના રહેતા નથી.”
રુકિમણીના કૃષ્ણપ્રેમ
વસ્થ
કદી ન જોયા નજરે પરસ્પર,
છે સાંળળ્યાં માત્ર ગુણે ખરેખર;
બન્નેય તાયે દિલથી દિલે ભળ્યાં,
ત્યાં જાણજો સત્યપ્રણયી—નિસ તા. ૧
અનુષ્ટુપ
અનેક આફત આવે, સસાર-સાગરે છતાં; ધીર વીર રહી તે, સુખેથી પાર પામતાં. ર આવાં જોડાં પરે વર્ષો, થતી પ્રભુકૃપા તણી; માક્ષમાગી મને જેથી, તેવાં નિલે પ દંપતી. ૩