________________
४९८
ગયા. આ પર્વત પર વર્ષ ખૂબ થતી હોવાથી જ તેનું નામ પ્રવર્ષણ પર્વત પડેલું. એ પર્વત પર ખૂબ શોધવા છતાં જરાસંધ રાજાને એ બે ભાઈઓને પત્તો ન લાગ્યો એટલે ચિડાઈને તેણે એ પર્વતને જ આગ લગાડી દીધી. અને પર્વતને સેના દ્વારા નીચેથી ઘેરી જ રાખેલે. પણ આ બેય અદ્દભુત પુરુષ એવી સિફતથી નીચે આવી ગયા કે ખબર જ ન પડી. પેલો જ જરાસંધ તો એમ જ સમજી બેઠે કે એ બને પવતી સાથે બળી ગયા, એટલે પેલી વિશાળ સેનાને લઈને તે મગધદેશ તરફ પાછા ફરી ગયો. જ્યારે ભગવાન કૃષ્ણ અને બલરામ તે દુશ્મનને ભ્રમમાં રાખી સમુદ્ર પરની પિતાની દ્વારિકાપુરીમાં આવી પહોંચ્યા
પરીક્ષિતજી ! હું નવમ કંધમાં એ તો કહી જ ગયો છું કે આનર્ત દેશના રાજા શ્રીમાન રૈવતજીએ પિતાની રેવતી કન્યાને બ્રહ્માજીની પ્રેરણાથી બલરામજીને પરણાવેલી. આમ, બલરામજીની લગ્નવિધિ પત્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ પણ સ્વયંવરમાં આવેલા મહારાજા શિશુપાલ અને શિશુપાલના પક્ષપાતી રાજા શાલ્વ આદિ નરપતિ એને બલપૂર્વક હરાવી, ગરુડજીએ સુધારણ કરેલું, તેમ વિદર્ભ દેશના મહારાજ ભીમકની સુપુત્રી શ્રી રુકિમણીનું અપહરણ કરી, તેનાથી લગ્ન કરી નાંખ્યાં. રુકિમણજી ખરેખર ખુદ ભગવતી લક્ષ્મીજીના જ અવતારરૂપ હતાં ! અહીં પરીક્ષિત રાજા શુકદેવજીને પૂછે છેઃ “ભગવન્ ! મારા સાંભળવામાં એમ આવ્યું છે કે ભગવાન શ્રીકૃષ્ણ ભીમકરાજનંદિની પરમસુંદરી રુકિમણુજીનું બેલપૂર્વક અપહરણ કરી ગાંધર્વવિવાડ કરેલો. તે હે મહારાજ ! આપના શ્રીમુખેથી હવે હું એ સાંભળવા માગું છું કે આવું કયા કારણે થયું ? સામાન્ય રીતે તે ગાંધર્વ વિવાહ બીજા વિવાહ કરતાં હલકા એટલે કે રાક્ષસી વિવાહ કહેવાય અને ભગવાન શ્રીકૃષ્ણ તે સ્વયં પરમ પવિત્ર છે અને આખા જગતને પરમ પવિત્ર કરે તેવું તેમની જીવનચર્યાનું માહાતમ્ય છે, વળી એ જીવનમાધુરી એટલી તે લેકોત્તર અને રસીલી છે અને એમાંથી