________________
૪૩૪
નહેતા. જ્યારે પહેલવાનોએ બરાબર પિતાનું દંગલ શરૂ કર્યું, તેવામાં તે બંને ભાઈઓ ત્યાં આવ્યા તે ખરા, પરંતુ એમણે જોયું કે કુવલયાપીડ હાથી બરાબર રસ્તા વચ્ચે ઊભે છે ! ત્યારે તેઓએ તેને પડકારતાં કહ્યું : “મહાવત ! એ મહાવત ! અમારા માર્ગમાંથી બાજુ પર હટી જા અને અમને રસ્તો આપી દે. સાંભળતો નથી? ઝટ કર, ઝટ કર, નહીં તો હું આ હાથીની સાથોસાથ તને પણ યમરાજને ઘેર પહોંચાડી દઉં છું. પણ મહાવતે તે ન માનતાં ઊલટું પોતાના હાથીને અંકુશ મારી ખીજવી ભગવાન શ્રીકૃષ્ણ સામે જ આગળ ધપાવ્યા.
આમ તે એ હાથીએ કૃષ્ણને પિતાની સૂંઢમાં લપેટી લીધા, પરંતુ ભગવાન કૃષ્ણ પાતળા બનીને બહાર સરકી આવ્યા અને એને એક ઠોસે લગાવી પછી એ હાથીના પગની વચ્ચે જઈને છુપાઈ ગયા. પ્રભુને પોતાની સામે ન જોતાં કુવલયાપીડને ઘણે ક્રોધ ઊભરાઈ આવ્યું અને તેણે ભગવાનને સુંઘી પિતાની સૂંઢથી ફરીથી પકડી લીધા. પરંતુ ભગવાને જેર કરીને તરત પોતાની જાતને છોડાવી લીધી. પછી હાથીની પૂછડી પકડીને ભગવાન કૃષ્ણ જોતજોતામાં ગરુડ જેમ સાપને ઘસડી લાવે છે, તેમ એ કુવલયાપીડ હાથીને સો ફૂટ લગી ઘસડી લાવ્યા. સ્વયં ભગવાન જેમ વ્રજ માં વાછડા સાથે ખેલતા હતા તેમ આ કુવલયાપીડ જેવા મહાન હાથી સાથે પણ ભગવાન કૃષ્ણ ખેલવા લાગી ગયા ! પેલે હાથી ડાબી બાજુ પકડવા જાય, ત્યાં તેઓ જમણી બાજુ આવે અને જમણી બાજુ પકડવા જાય ત્યાં તેઓ ડાબી બાજુમાં આવી જાય! જે તે હાથી એમને ધરતી પર પડેલા જાણી પિતાના બે મજબૂત દાંત એમને મારવા જાય, ત્યાં તે ભગવાન ક્યાંના કયાંય પહોંચ્યા હોયછેવટે ક્રોધાવેશમાં આવી તે ભગવાન પર તૂટી પડ્યો. પરંતુ મધુ દૈત્ય જેવાને પછાડનાર ભગવાન પાસે આ છે મોટા હાથી પણ શી વિસાતમાં છે ? હવે ભગવાને એ હાથી પાસે જઈને પિતાને એક હાથથી એની સૂઢ પકડી એના