________________
૪૩૧
બંને ભાઈ ગોવાળિયાઓ સાથે નગરની બહાર પિતાના મુકામ પર કે જ્યાં બધા એક્કાઓ રાખ્યા હતા ત્યાં આવી પહોંચ્યા. પરીક્ષિત ! ત્રણેય લોકના મોટા મોટા દેવો તે ચાહતા હતા કે લક્ષમીજી પિતપિતાને મળે, પરંતુ લક્ષ્મીજીએ તે બધાને પરિત્યાગ કરી એકમાત્ર ભગવાનને જ પસંદ કર્યા અને એવાં એ લક્ષ્મીજીએ સદાને માટે ભગવાનમાં જ નિવાસ બનાવી દીધે, એવા એ પુરુષભૂષણુ ભગવાન શ્રીકૃષ્ણના અંગેઅંગના સૌંદર્યને નીરખે, એ મથુરાવાસીઓનું કેટલું મોટું સૌભાગ્ય કહેવાય ! વ્રજમાંથી વિદાય લેતી વેળાએ ગોપીઓએ વિરહાતુર થઈ “મથુરાવાસી ખરેખર ભાગ્યશાળી છે !' એ પ્રકારની જે જે વાત કરી, તે સાચી ઠરી ચૂકી. ખરેખર મથુરાવાસીઓ ભાગ્યશાળી અને પરમાનંદ મગ્ન બની ચૂક્યાં! હવે પરાક્ષત ! યમુનામાં હાથપગ ધોઈને શ્રીકૃષ્ણ અને બલરામજીએ દૂધથી બનેલા ખીર આદિ પદાર્થોનું પ્રેમથી ભોજન કર્યું અને ધનુષ્યભંગનું જાણ્યા પછી હવે કંસ પિતે શું કરવા ઈચ્છે છે, તે વાતને પત્તો મેળવી તે રાતે તે બંને ભાઈઓ ત્યાં જ સૂઈ ગયા !”
અપશુકનની અકળામણ
નડે સ્વયં દગાખરી, દગો ન કેઈને સગે; સ્વદગાથી દગાર, દગભગ બની જતે. ૧ મૃત્યુ દેનારને સૌથી, પેલાં મૃત્યુ જ મારશે; અનુભવ કરાવી દે, ડરાવી અપશુકને. ૨
શુકદેવજી બેલ્યા : “રાજા પરીક્ષિત ! કંસે જ્યારે સાંભળ્યું કે શ્રીકૃષ્ણ અને બલરામ એ બંને ભાઈઓએ ધનુષ્ય તેડી નાખ્યું અને