________________
૪૨૧
ગોપીઓ બોલી રહી જણાતી હતી પણ એ ગોપીઓને એકેએક મને ભાવ ભગવાન શ્રીકૃષ્ણનાં સ્પર્શ અને આલિંગન જ કરી રહેલ હતું. તેઓ હે દાદર ! હે માધવ! એમ ઉચેથી બોલી પિકારી સુલલિત સ્વરથી રોવા લાગી ગઈ હતી. રેતા રાતાં આખી રાત જ વીતી ગઈ અને સવાર થયું. અક્રૂરજી સંધ્યાવંદન પ્રભાતનું આદિથી નિવૃત થઈ રથ પર બેસી રથને હાંકવા લાગ્યા. નંદબાબા આદિ ગેવાળિયાઓએ પણ દૂધ, દહીં, માખણ, ઘી આદિથી ભરેલાં માટલાં અને ભેટની બહુ સામગ્રી લઈ લીધી અને એક્કા ઉપર ચઢાવી એમની પાછળ પાછળ ચાલવા માંડયું. બસ, તે જ વખતે અનુરાગના રંગમાં રંગાયેલી ગોપીઓ પોતાના પ્રાણપ્રિય શ્રીકૃષ્ણ પાસે આવી. એમનું મધુર સ્મિત વગેરે જોઈ છેડી વાર તે કાંઈક સુખી થઈ અને સંદેશા માટે રથ પાસે બધી હારબ ધ ઊભી રહી ગઈ. ભગવાને ગોપીઓની વિરહ વેદના જોઈ કહી દીધું : “હું જરૂર આવીશ.' એમ કહી ધીરજ આપી, પણ ગોપીઓ તો જ્યાં લગી રથની ધજા દેખાઈ ત્યાં લગી ત્યાંથી ખસી જ નહીં, જાણે ચિતરાયેલી છબીઓ કે ન હાય એમનાં મન તે પિતાના મોહક શ્રીકૃષ્ણમાં બંધાઈ ગયેલાં તેથી આશા હતી કે થોડે દૂર પાછા તેઓ અમારી આગળ આવી જ જવાના; પણ તેઓ તે મથુરા તરફ જવાના હતા એટલે છેવટે નિરાશ નિરાશ થઈ ગઈ. ઘેર એ બધી ગોપીઓને પરાણે જવું જ પડ્યું અને વારંવાર યાદ કરી કરીને વિરહભાર ઓછો કરવા લાગી ગઈ !”
શુકદેવજી બેરયાઃ “આ બાજુ અકરજી એક બાજુ રથ ઊભો રાખી યમુનાજીમાં સ્નાન કરવા ગયા અને ગાયત્રી જ પીને ડૂબકી મારી તો ત્યાં પણ ભગવાન કૃષ્ણને જોયા. એટલે થેડી વાર તે ભ્રમમાં પડી ગયા કે કદાચ રથ ઉપરથી ઉતરી અહીં મારી સાથે નહાવા આવ્યા હશે ! પણ બહાર ડેકું કાઢી રથ પર જુએ તે ત્યાં બંને ભાઈઓ વ્યવસ્થિત રીતે બરાબર બેઠા હતા. એટલે બીજી ડૂબકી મારી તો