________________
૪૧૩
જરાય ડરશે નહીં.' એમ કહેતાક તેઓ યક્ષ પાસે પહોંચ્યા. પિતા તરફ તે બન્ને ભાઈઓને આવતા જોઈ યક્ષપુરુષ મૂઢ થઈને ગભરાઈ ગયે. ગોપીઓને ત્યાં ને ત્યાં છોડી, તે ભાગવા લાગ્યું. ભગવાન કૃણે તેના માથા ઉપર મુક્કો મારી ચૂડામણિ (જે તેના માથા પર હતા, તે) છીનવી લીધું અને શંખચૂડને મારી નાખે. પછી પેલે ચૂડામણિ કૃષ્ણ ગોપીઓ સમક્ષ પિતાના મોટાભાઈ બલરામજીને આપી દીધા.
આમ હે પરીક્ષિત ! ભગવાન તે ગાયો ચરાવવા વન ચાલ્યા જતા હતા. ગોપીઓનું ચિત્ત એમનામાં જ ચોંટેલું અને ચોરાયેલું રહેતું. ગોપીઓ પરસ્પર કહેતી : “અરે સખી ! સિદ્ધપત્નીઓ પણ ભગવાનનાં ગાન અને તાન ઉપર મુગ્ધ થઈ કામવશ થાય છે. એમનાં વસ્ત્રો ખસી જાય છે તે પણ એમને ખ્યાલ રહેતું નથી. શ્યામસુંદર પણ કેવા ચિત્તમોહક છે ! અરે, પશુઓ પણ ઘાસ ખાવાનું છેડી એમની પાસે આવી જાય છે. એટલું જ નહીં, પણ ચોરાયેલા ચિત્તને લીધે તે એ ઘાસને નથી તો ગળે ઉતારી શકતાં કે નથી તો બહાર કાઢી શકતાં ! એ ઘાસ એમના પવિત્ર મુખારવિંદમાં એમને એમ ઘાસરૂપે જ પડયું રહે છે અને તેઓ બંને કાન ઊભા રાખીને તરત સ્થિર ભાવે મૂંગા મૂંગા ઊભાં રહી જાય છે. કેમકે બંસરીએ તે સૌનું દિલ પૂરેપૂરું ખેંચી સ્વવશ બનાવી મૂક્યું છે !
અરે બેન ! હવે તે નંદદુલારા પિતાના માથા પર મોરપીંછ મુકુટ બાંધી લે છે. વાંકડિયા વાળમાં ફૂલગુઠો ખોસી લે છે, રંગીન ધાતુઓથી પિતાનાં અંગે રંગી લે છે અને એવો વેશ પહેરે છે કે જાણે મેટા પહેલવાન જ એ બે ભાઈઓ હેય ! ગાયે પણ એમના પર કેવી મુગ્ધ છે ! અમારી માફક એ પણ એમને આલિંગન આપવા જતાં આનંદવિભોર બની જાય છે. મતલબ, જગતમાં જેટલી સુંદર વસ્તુઓ છે, તેમાં સૌથી મનમેહક આપણું આ ભગવાન શ્રીકૃષ્ણ