________________
૩૯૫
પુરુષોના ઘેરથી કઈ યાચક ખાલી હાથે પાછો ફરતું નથી, તેવું જ આ વૃક્ષથી પણ બધાંને કાંઈ ને કાંઈ મળે જ છે. તે બધાં પિતાનાં પાંદડાં, ફૂલ, ફળ, છાયા, મૂળિયાં, છાલ, લાકડાં, ગંધ, રાખ, કેલસા, અંકુર અને કુંપળાથી પણ લોકોની મન:કામના પૂરી કરતાં હોય છે જ. મિત્રો. જગતમાં જીવો તે અનંત છે, પરંતુ એમના જીવનની સફળતા બસ એટલામાં જ છે કે, જ્યાં લગી થાય ત્યાં લગી પોતાના ધનથી, વિવેક-વિચારથી, વાણથી અને પ્રાણથી પણ કામ એવાં જ કરે કે જે દ્વારા બીજાની ભલાઈ જ થઈ જાય.' પરીક્ષિત ! બને બાજુનાં આ વૃક્ષો નવી નવી કુપળ, ગુચ્છાઓ, ફળ, ફૂલ અને પાંદડાંઓથી ચિક્કાર છે. એમની ડાળીઓ ઠેઠ પૃથ્વી લગી મૂકેલી છે. આવું મીઠું મધુરું સંભાષણ કરતા કરતા ભગવાન શ્રીકૃષ્ણ એમની જ વચ્ચે યમુના કિનારે નીકળી આવ્યા. યમુનાજીનું પાણું ઘણું જ મીઠું, શીતલ, સ્વાદિષ્ટ અને ચેપ્યું હતું. એ લોકોએ પહેલાં પોતાની વહાલી ગાયોને એ પાણી પિવડાવ્યું અને પછી પોતે પણ પેટ ભરીને પીધું. પરીક્ષિત ! જે સમયે તેઓ યમુનાજીના તટ પર લીલાછમ ઉપવનમાં ખૂબ સ્વતંત્રતાથી પિતાની ગાયો ચરાવતા હતા, તે જ વખતે કેટલાક ભૂખ્યા ગેવાળિયાઓએ ભગવાન કૃષ્ણ અને શ્રી બલરામજી આગળ આમ વાત કરી ઃ “નયનાભિરામ બલરામ! તમે ઘણું પરાક્રમી છે. અમારાં ચિત્ત ચોરનારા શ્યામસુંદર કૃષ્ણ ભગવાન ! તમે મોટા મોટા દુષ્ટોને સંહાર પળવારમાં કરી નાખે છે. તો આજે આ દુષ્ટ ભૂખ બહુ સતાવી રહી છે. માટે આપ બને જણ એને ઠારવાનો યત્ન કરો.” પરીક્ષિત ! જ્યારે ગોવાળિયા–બાળકેએ આવી વિનંતી કરી કે તરત ભગવાને મથુરાની પિતાની ભક્ત બ્રાહ્મણ-પત્નીએ પર અનુગ્રહ કરવા માટે આમ કહ્યું :
“મારા પ્યારા મિત્રો ! અહીથી થોડે જ દૂર વેદવાદી બ્રાહ્મણો સ્વર્ગકામનાવશ આંગિરસ નામને યજ્ઞ કરી રહ્યા છે. તમે બધા