________________
૩૯૪
બધી વ્રજમાં પહોંચી; પણ એ સવ ગોપીઓનું મન તે ભગવાન મય જ બની ગયું હતું. આથી જ કહેવાયું છે: “વ્રજ વહાલું રે, વકંઠ નહીં આવું!'
બ્રાહ્મણુપત્નીઓની સહૃદયતા બધે વૃક્ષે મનુષ્યોને, અમારી જેમ સૌ તમે, સદિલ સાઘને અર્પો, મર્યતા સાથે તે થશે. ૧ સ્ત્રીઓ સહદથી તેથી, પેલેથી ભાવ પરખે; બુદ્ધિશૂરા દિલે ભૂઠા, તે પુરુષે પાછા પડે. ૨
શુકદેવજી કહે છે: “પ્રિય પરીક્ષિતજી! એક દિવસની વાત કહું. ભગવાન શ્રીકૃષ્ણ બલરામજી અને ગેપ બાળક સાથે બહુ દૂર નીકળી ગયા. ગ્રીષ્મ ઋતુ હતી. સૂર્યકિરણો ખૂબ ગરમાગરમ હતાં. પરંતુ ગીચ ઝાડ ભગવાન શ્રીકૃષ્ણ ઉપર છત્રનું કામ સહેજે કરી રહ્યાં હતાં. આ છાયા નીરખીને સ્તાકકૃષ્ણ, અંશુ, શ્રીદામા, સુબલ, અર્જુન, વિશાલ, ઋષભ, તેજસ્વી દેશપ્રસ્થ અને વરૂથલ વગેરે ગોવાળિયા–બાળકોને સંબોધીને ભગવાન કૃષ્ણ કહ્યું : “મારા યારા મિત્રો ! જુઓ આ ઝાડ કેટલાં બધાં ભાગ્યશાળી છે ! એમનું આખું જીવન બીજાઓની ભલાઈ કરવા માટે છે. ઝાડ પિતે તે હવાનાં કાં, વર્ષા, ગરમી, હિમ વગેરે જે કંઈ એમના પર દુઃખ આવે તે સહી લે છે, પરંતુ આપણને સૌને તે બધાંથી તેઓ બચાવી લે છે. ધન્ય છે એમને ! હું કહું છું, એમનું જીવન સર્વશ્રેષ્ઠ છે. કારણ કે એમના દ્વારા બધા પ્રાણીઓને સહારે મળે છે અને સૌના જીવન નિર્વાહ થાય છે. જેમ સજ્જન